Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

શહેર ભાજપના મહામંત્રી પદે જીતુ કોઠારી અને કિશોરભાઇ રાઠોડને છ વર્ષ પૂર્ણ : અભિનંદન વર્ષા

રાજકોટ,તા. ૨૬: શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી અને કિશોર રાઠોડને શહેર ભાજપ મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્‍યાને છ વર્ષ પુર્ણ થયા છે.
શહેરમાં અને અન્‍ય જીલ્લા-મહાનગરો અને રાજયોમાં યોજાતી ચૂંટણીઓમાં કાર્યકર્તાની ફૌજ સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીઓમાં પ્રચાર-પ્રસારની કામગીરી સંભાળી પાર્ર્ટીનો વિજય થાય તે દિશામાં સતત અગ્રેસર રહયા છે. જીતુ કોઠારી તેમજ કિશોર રાઠોડ પાર્ટીની સાથોસાથ સામાજીક ક્ષેત્રે પણ અનેરૂ યોગદાન આપી રહયા છે. જીતુ કોઠારી(મો. ૯૮રપ૦૭૬૩૧૬) અને કિશોર રાઠોડ (મો. ૯૮ર૪ર૯૧૬૯૬) ને ભાજપ અગ્રણીઓ  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજયના મંત્રી  અરવીંદ રૈયાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ,લાખાભાઈ સાગઠીયા, મેયર  ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય  પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ધનસુખ ભંડેરી, સુરેન્‍દ્રનગર ભાજપ પ્રભારી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી  નરેન્‍દ્રસિહ ઠાકુર, ભાવનગર જીલ્લા ભાજપ પ્રભારી કશ્‍યપ શુકલ, રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી રક્ષાબેન બોળીયા સહીતના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્‍યા હતા.

 

(3:55 pm IST)