Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સ્‍કેટીંગમાં ખ્‍વાબ રચીત અંતાણીની અનેરી સિધ્‍ધીઃ સન્‍માન

તાજેતરમાં અમદાવાદ ખાતે કચ્‍છી વડનગરા નાગર મંડળ દ્વારા યોજાયેલા હાટકેશ પાટોત્‍સવ દરમિયાન રાજકોટના ખ્‍વાબ રચીત અંતાણીનું સ્‍કેટીંગમાં કૌવત બતાવવા બદલ સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ. અઢી વર્ષથી સ્‍કેટીંગ શરૂ કરનાર ખ્‍વાબ અત્‍યાર સુધીમાં રાષ્‍ટ્રીય તથા આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે યોજાયેલ વિવિધ સ્‍પર્ધાઓમાં ૧૮ ગોલ્‍ડ અને ૧૧ સિલ્‍વર તેમજ ૧૪ બ્રોન્‍ઝ મેડલ મેળવેલ છે. માત્ર ૩ાા વર્ષની વયે દુબઇ ખાતે યોજાયેલા ઇન્‍ટરનેશનલ ઓલમ્‍પીયાર્ડમાં તેણે ગોલ્‍ડ મેડલ મેળવેલ હતો. પુજા હોબી સેન્‍ટરમાં તેણે ૪ વખત બેસ્‍ટ સ્‍ટુડન્‍ટ પણ એવોર્ડ મેળવેલ હતો. ખ્‍વાબની અનેરી સિધ્‍ધી બદલ તેમના પિતા રચિત તથા  રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા તેમના માતૃશ્રી શ્વેતા અંતાણી, તેમજ તેમના દાદા કિરીટભાઇ અંતાણી અને દાદીમાં કિશોરીબેન અંતાણી ગૌરવની લાગણી અનુભવી રહયા છે.

(4:28 pm IST)