Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

જાણીતા પત્રકાર પુષ્‍પેન્‍દ્ર કુલશ્રેષ્‍ઠ રાજકોટ આવશેઃ શનિવારે ‘રાષ્‍ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા' વિષે વ્‍યાખ્‍યાન

રાષ્‍ટ્રીય એકતા મંચ અને સમસ્‍ત સનાતન સમાજ દ્વારા પ્રમુખ સ્‍વામી સભાગૃહ ખાતે આયોજન : પૂ.અપૂર્વ સ્‍વામીનું પણ પ્રવચનઃ જાહેર જનતાને આમંત્રણ

રાજકોટઃ રાષ્‍ટ્રપ્રેમી રાજકોટીયંસને જાણે પુષ્‍પેન્‍દ્ર કુલશ્રેષ્‍ઠનાં વ્‍યાખ્‍યાનની સતત પ્રતીક્ષા હોય, એમ સતત ચોથી વખત પુષ્‍પેન્‍દ્રજી એક નવા વિષય અને નવા સંકલ્‍પ સાથે ફરીથી રાજકોટ આવી રહ્યા છે. રાષ્‍ટ્રીય એકતા મંચ અને સમસ્‍ત સનાતન સમાજ દ્વારા વ્‍યાખ્‍યાન આગામી તા.૩૦ એપ્રિલને શનિવારે રાત્રે ૮:૩૦ વાગ્‍યે પ્રમુખસ્‍વામી સભાગૃહ, બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આયોજિત થયેલ છે. કાર્યક્રમ સંદર્ભે રાજકોટની વિવિધ સંસ્‍થાનના અગ્રણીઓ, સમસ્‍ત જ્ઞાતિ આગેવાનોનું આયોજન થયેલ.
સુવિખ્‍યાત પત્રકાર પુષ્‍પેન્‍દ્ર કુલશ્રેષ્‍ઠ છેલ્લા ૨૦ વર્ષથી અલગ અલગ પ્રસાર માધ્‍યમો સાથે જોડાયેલ  છે. અલીગઢમાં જન્‍મેલ અને અલીગઢ મુસ્‍લિમ યુનિવર્સિટીમાંથી પત્રકાર અનુસ્‍નાતકનો અભ્‍યાસ કરી પાકિસ્‍તાનમાં ૧૨ વર્ષ રહેવાને કારણે એમને આંતરરાષ્‍ટ્રીય ગતિવિધિઓનો વિશેષ અભ્‍યાસ છે.
‘‘વિ ધ સીટીઝન''નામે એનજીઓની સ્‍થાપના કરી સર્વોચ્‍ચ ન્‍યાયાલયમાં સંવિધાનની ધારા 35-A દાખલ કરી ભારતીય ઉપખંડમાં સનસનાટી મચાવનાર કુલશ્રેષ્‍ઠજી છેલ્લા ત્રણ વર્ષથી તમામ સાર્વજનિક પદેથી નિવળત્ત થઈ દેશના ખુણેખૂણે પ્રવાસ કરી દેશની જનતામાં રાષ્‍ટ્રીય એકતા અને રાષ્‍ટ્રીયતા સંદર્ભે વ્‍યાખ્‍યાનો દ્વારા જાગૃતિ લાવી રહ્યા છે. ખાસ કરીને કાશ્‍મીર સમસ્‍યા સંદર્ભે જનજાગૃતિ લાવવા તેઓ અને તેમની ટીમે સતત પ્રયત્‍ન કરેલ. ભારતીય સંવિધાનના વિવિધ કાયદાનો ગહન અભ્‍યાસ કરી પ્રવર્તમાન સમયમાં એની અસરો પરનાં એમના વિચારો ક્રાંતિકારી અને રાષ્‍ટ્રીય હિતનાં છે.
તા.૨૬ ઓકટોબર ૨૦૨૧નાં રોજ હેમુ ગઢવી હોલ ખાતે ‘‘રાષ્‍ટ્ર સામેનાં પડકારો અને આપણી ભૂમિકા'' એ વિષય પર વ્‍યાખ્‍યાન બાદ માત્ર ૬ મહિનામાં બીજી વખત પુષ્‍પેન્‍દ્ર જી રાજકોટ આવી ‘‘રાષ્‍ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા'' વિષય પર અભ્‍યાસલક્ષી વ્‍યાખ્‍યાન આપી રાજકોટના યુવા વર્ગને સંબોધન કરશે. આ પ્રસંગે શરૂઆતમાં સંત શ્રી અપૂર્વમુની સ્‍વામીજીનું પ્રેરક ઉદ્‌બોધન રહેશે. પ્રેસ કલબ ઓફ ઇન્‍ડિયાના જનરલ સેક્રેટરી પદે મહત્‍વપૂર્ણ ભૂમિકા અદા કરનાર પુષ્‍પેન્‍દ્રજીએ બીબીસી ન્‍યુઝ, ઝી ન્‍યૂઝમાં પણ સેવાઓ આપી છે. પત્રકારીતા માટે એમને ભારત તરફથી બ્‍યુરો ચીફ તરીકે નિયુકિત કરી પાકિસ્‍તાન મોકલવામાં આવેલ. તેઓ દેશ-વિદેશના સાંપ્રત પ્રવાહો અને આપણા દેશની આંતરિક સુરક્ષાના વિશેષજ્ઞ, સુપ્રસિદ્ધ પત્રકાર અને વિચારક છે. તેઓ ક્રાંતિકારી, પ્રખર દેશભકત અને નીડર વકતા તરીકે રાષ્‍ટ્રવાદી વિચારધારા પર કાર્ય કરી રહ્યા છે. સ્‍વભાવે સરળ અને સહજ પરંતુ પોતાના બેબાક અને ક્રાંતિકારી વિચારો દ્વારા ભારતીય સમાજ પર એમણે વિશિષ્ટ છાપ છોડી, પ્રવર્તમાન સાંપ્રત પ્રવાહમાં તેઓ પોતાના ઘર, પરિવાર, સમાજ નોકરી અને વિવિધ પદોથી મુકત થઈ રાષ્‍ટ્રનિર્માણ માટે સમગ્ર ભારત વર્ષ ખુંદી રહ્યા છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નંદલાલભાઇ માંડવીયા, મુકેશભાઈ દોશી, ભૂષણભાઈ સોલંકી, નાથાભાઈ કમાણી, ગુણવંતભાઈ ડેલાવાળા, ડો.યશવંતભાઈ ગોસ્‍વામી, ઘનશ્‍યામભાઈ હેરમા, વીરાભાઇ હુંબલ, બ્રિજેશભાઈ પટેલ, દર્શિતભાઈ જાની, મંગેશભાઈ દેસાઈ, નિલેશભાઈ લુંમ્‍ભાણી,અતુલભાઈ વ્‍યાસ, જનાર્દનભાઈ આચાર્ય, મંથન ડઢાણીયા, રવિ ચાંગેલા, કેવલ ખીરસરીયા, ડેનીસ આડેસરા, મિતલભાઈ કનેરીયા, મહેશભાઈ ટોપિયા, મૌલીકિંસહ વાઢેર, સુનીલભાઈ વોરા, રોનકભાઈ ગડારા, હિરેનભાઈ સાપોવાડીયા, વિજયસિંહ ઝાલા, કેતન મેસ્‍વાણી, વિનુભાઈ કાકડિયા, જસ્‍મીનભાઇ પીપળીયા, દેવાંગભાઈ માંકડ ઉપરાંત વિવિધ સંસ્‍થાના હોદ્દેદારો અને જ્ઞાતિ આગેવાનો સતત જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમ માટે રાજકોટની જનતાને જાહેર નિમંત્રણ આયોજક દ્વારા અપાયેલ છે. વિશેષ માહિતી માટે સંપર્ક રવિભાઈ મો.૯૮૨૪૯ ૦૬૬૫૫.
તસ્‍વીરમાં સર્વશ્રી વીરાભાઈ હુંબલ, મંથન ડઢાણીયા, ડો.યશવંતભાઈ ગોસ્‍વામી, જે.એમ.પનારા, રાહુલભાઈ દવે અને ઉમેશભાઈ મહેતા નજરે પડે છે.

 

(3:59 pm IST)