Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે યોજાનારા અનુ.જાતિના વિદ્યાર્થીઓ “પ્રી-મેટ્રિક શિષ્યવૃતિ કેમ્પ”

રાજકોટ:રાજકોટ જિલ્લાનાં અનુસૂચિત જાતિના ધો. ૧ થી ૧૦માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટને આધારકાર્ડ સાથે લીંક કરવા માટે વિવિધ તાલુકા મથકોએ કેમ્પ યોજાશે.

 જિલ્લા કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાનાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે “પ્રી-મેટ્રિક શિષ્યવૃતિ કેમ્પ” સવારે ૧૦.૩૦ કલાકથી યોજાશે. જે મુજબ ૨૯ મે નાં રોજ ગોંડલ, ઉપલેટા, જસદણ, વિંછીયા, રાજકોટ, જેતપુર તાલુકામાં બી.આર.સી ભવન ખાતે, લોધિકા તાલુકામાં મેટોડા પ્રાથમિક શાળા અને કોટડાસાંગાણી તાલુકામાં રામોદ તાલુકા પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે.

૩૦ મે નાં રોજ ઉપલેટા તાલુકામાં મોટી પાનેલી કન્યા તાલુકા શાળા, જસદણ તાલુકામાં કૈલાશનગર આટકોટ, વિંછીયા - પડધરી તાલુકામાં બી.આર.સી ભવન, રાજકોટ તાલુકામાં કુવાડવા તાલુકા શાળા, ગોંડલ તાલુકામાં વાસાવડ પ્રાથમિક શાળા, કોટડાસાંગાણી તાલુકામાં વેરાવળ નવી કન્યા શાળા, જેતપુર તાલુકામાં મંડલીકપુર પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે.

 ૩૧ મે નાં રોજ જામકંડોરણા તાલુકામાં બી.આર.સી.ભવન ખાતે તથા ૦૧ જૂનનાં રોજ રાજકોટ તાલુકામાં પોપ્યુલર સ્કુલ, કસ્તુરબાધામ, ત્રંબા ખાતે કેમ્પ યોજાશે.

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આપવામાં આવતી "પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ" વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જ સીધી જમા થતી હોવાથી બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાયેલું હોવું જરૂરી છે. અન્યથા શિષ્યવૃત્તિનો લાભ મળી શકતો ન હોવાથી બેંક ખાતા સાથે આધાર કાર્ડ લીંક ન કરાવેલ વિદ્યાર્થીઓને સત્વરે આ કાર્યવાહી પૂર્ણ કરવા અનુ.જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામ સી. એન. મિશ્રાની યાદીમાં જણાવાયું છે.

 

(12:55 am IST)