Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વોર્ડ નં.૧૦ના ભાજપ પ્રમુખ રજની ગોલનો આજે જન્‍મદિન

ખ્‍યાતનામ એડ.એજન્‍સી ભવ્‍ય કોમ્‍યુનીકેશનના સંચાલક અને

રાજકોટઃ શહેર વોર્ડ નં.૧૦ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને જાણીતી એડ. એજન્‍સી ભવ્‍ય કોમ્‍યુનીકેશન'ના રજનીભાઈ ગોલ આજે ૨૬ મે ના રોજ ૪૪ વર્ષ પુર્ણ કરી ૪૫ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ભાજપના કર્મઠ,  નિષ્‍ઠાવાન અને ભાજપના ભગવા રંગે રંગાઈને વોર્ડ નં.૧૦માં ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

દેરડી (કુંભાજી)ના વતની રજનીભાઈ ઉમિયા માતાજી મંદિર સિદસરના કારોબારી સભ્‍ય તેમજ મીડીયા કો- ઓર્ડીનેટર, કડવા પાટીદાર પરિવારનું મુખપત્ર ઉમિયા પરિવાર'ના સંપાદક, કલબ યુવીના ઓર્ગેનાઈઝર તેમજ કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્‍થાઓમાં પ્રત્‍યેક્ષ- પરોક્ષ રીતે સેવાકાર્ય સાથે તેના પ્રચાર- પ્રસાર માટે નિરંતર સેવા આપી રહ્યા છે. સરળ અને નિખાલસ સ્‍વભાવના કારણે બહોળુ મિત્ર વર્તુળ તેમજ કડવા પાટીદાર સમાજ સહીત અનેક સામાજીક, રાજકીય, વ્‍યવસાયીક અગ્રણીઓ સાથે અંગત ધરોબો ધરાવે છે.

રજની ગોલે સુપ્રસિધ્‍ધ અખબારમાં પત્રકાર તરીકે ૧૨ વર્ષ નોંધપાત્ર યોગદાન આપ્‍યુ છે અને તેઓ છેલ્લા ૧૮ વર્ષથી ભવ્‍ય કોમ્‍યુનીકેશન'ના નામથી એડ. એજન્‍સી દ્વારા વિજ્ઞાપન ક્ષેત્રે નવો દ્રષ્‍ટિકોણ આપી શબ્‍દોની- સૂઝની તાકાત દ્વારા અનેક વિજ્ઞાપનકારોની વ્‍યવસાયીક ક્ષેત્રે સફળતાના સહભાગી બન્‍યા છે. પરંપરાઓમાં સકારાત્‍મક પરિવર્તનનાં જીવનમંત્ર દ્વારા સામાજિક- વ્‍યવસાયિક- રાજકીય ક્ષેત્રે સફળતા પ્રાપ્‍ત કરનાર રજનીભાઈ ગોલ (મો.૯૩૭૪૯ ૧૦૧૨૧) પર જન્‍મદિન પ્રસંગે ચોમેરથી અભિનંદનો વરસી રહ્યા છે.

(11:56 am IST)