Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ધો.૧૦નું સેન્‍ટગાર્ગી સ્‍કૂલનું ૯૦ ટકા પરીણામઃ ખુશ્‍બુ કારીયાણીયા પ્રથમ

રાજકોટ : સેન્‍ટ ગાર્ગી શાળાનું ધો.૧૦ બોર્ડનું  પરિણામ ૯૦% પરિણામ આવ્‍યું છે જેમાં શાળા પ્રથમ કારીયાણીયા ખુશ્‍બુ ૯૬ પી.આર. દ્વિતીય વિંધાણી આશીયાની ૯૧.ર૬ પી.આર. તૃતીય નકુમ સિધ્‍ધરાજ ૯૦.૪૧ પી.આર. મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળાના આચાર્ય રમાબેન હેરભા, મેનેજીંગ ટ્રસ્‍ટી ભરતભાઇ હેરભા, સન્‍નીભાઇ હેરભા તથા સેન્‍ટ ગાર્ગી સ્‍ટાફ પરિવારે શુભેચ્‍છા પાઠવી છે

(3:46 pm IST)