Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે ઘોડી પાસાનો જુગાર રમતા પાંચ પકડાયા

માલવીયાનગર પોલીસનો દરોડો : લલીત, વિજેન્‍દ્ર, છત્રપાલ, મહેન્‍દ્ર ઉર્ફે પેટી અને મહેશગીરીની ધરપકડ

રાજકોટ,તા. ૨૬ : નાના મૌવા રોડ લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઘોડી પાસાનો જુગાર રમતા પાંચ શખ્‍સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ નાના મૌવા રોડ પર લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમી મળતા માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ એમ.એસ.મહેશ્વરી તથા કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી સહિતે દરોડો પાડી લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા રૈયાગામ ૧૦૦ વારના પ્‍લોટમાં રહેતો લલતી દેવજીભાઇ ચુડાસમા, લક્ષ્મીનગર શેરી નં. ૪ના વીજેન્‍દ્ર ધીરજલાલ ગોહેલ, લક્ષ્મીનગર આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં. ૨, રૂમ નં. ૨૮૭૦ના છત્રપાલ ડાયાભાઇ સોલંકી, રાજનગર સોસાયટી શેરી નં. ૨ના મહેન્‍દ્ર ઉર્ફે પેટી દિનેશભાઇ સુરાણી અને નાના મવા ગામ વામ્‍બે આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં.૧૬ કવાર્ટર નં. ૧ના મહેશગીરી રૂગનાથગીરી ગોસ્‍વામીને પકડી લઇ રૂા. ૧૩,૫૦૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી.

 

(4:00 pm IST)