Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

છૂટાછેડાની અરજી પાછી ખેંચી લેવા બાબતે રિઝવાનને પતિ મોહસીને ધમકી આપી તોડફોડ

પોપટપરા કૃષ્‍ણનગરમાં બનાવ : શેઠનગરના મોહસીન જુણેજા સામે ગુનો

રાજકોટ,તા.૨૬ : શહેરના પોપટપરા કૃષ્‍ણાનગરમાં રહેતી મહિલાને છૂટાછેડાની અરજી પાછી ખેંચી લેવા બાબતે પતિ ઘરે આવી ગાળો આપી ધમકી આપી તોડફોડ કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ પોપટપરામાં આવેલ કૃષ્‍ણનગર શરીનં. ૫ માં રહેતા રિઝવાન મોહસીનભાઇ જુણેજા (ઉવ.૩૪) એ પ્ર.નગર પોલીસ મથકમાં માધાપર ચોકડી શેઠનગર-૧માં રહેતા મહોસીન સરીફભાઇ જુણેજા સામે ફરીયાદ નોંધાવી છે. રિઝવાનાબેને ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતાના પંદર વર્ષ પહેલા લગ્ન  થયા હતા. લગ્ન બાદ પતિ પોતાની સાથે ઘરજમાઇ  તરીકે રહેતો હતો. પોતે ઘરના બીજા માળે પાર્લર ચલાવે છે.

ગઇકાલે પોતે પોતાના ઘરે પાર્લરમાં હતા. ત્‍યારે પતિએ ઘરે પાર્લરમાં આવીને કહેલ કે‘તેણે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરેલ છે. તે પાછી ખેંચી લે અને મારે તારી ભેગુ રહેવું છે. અને જો તુ અરજી પાછી નહી ખેંચે તો તને ક્‍યાયની રહેવા નહી દવ.' તેમ કહેતા પોતે કહેલ કે ‘તો કામ ધંધો કરતા નથી. ઝઘડો કરો છો. મારે છૂટાછેડા લઇ લેવા છે.' તેમ કહેતા પતિ મોહસીને ગાળો આપી ઉશ્‍કેરાઇ જઇ પાર્લરમાં પડેલ ચીજવસ્‍તુઓનો ઘા કરવા લાગેલ અને પાટામારી ત્‍યાં પડેલા કાચની કેબિન તેમજ કાચનો દરવાજો તોડી નાખ્‍યો હતો. પોતે ગભરાઇને ઘરની બહાર નીકળી દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થતાં પતિ ત્‍યાંથી નાશી ગયો હતો. જતાં જતાં ‘જો તુ છૂટાછેડાની અરજી પાછી નહીં ખેંચે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે હેડકોન્‍સ એસ. જે. ડામોરે તપાસ હાથ ધરી છે.

(4:48 pm IST)