Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

૧ લી ફેબ્રુઆરીથી જીઇબીનો સ્‍ટાફ બીલીંગ કરશે : કોન્‍ટ્રાકટ સિસ્‍ટમ પૂરી કરી દેવાઇ

અધીકારીઓ કહે છે... કોર્પોરેટ ઓફીસ લેવલે માળખુ ગોઠવાય પછી ફાઇનલ થશે...

રાજકોટ, તા. ર૭ :  છેલ્લા ૧૦ વર્ષથી પીજીવીસીએલ દ્વારા દર મહિને અને બે મહિને લોકોના વીજ બીલો માટે કોન્‍ટ્રાકટ સિસ્‍ટમ અમલમાં મુકાઇ હતી, પરંતુ હવે પૂરતો સ્‍ટાફ અને જુનીયર કલાર્ક આવી જતા પીજીવીસીએલ આ કોન્‍ટ્રાકટર પધ્‍ધતિથી બીલીંગ સિસ્‍ટમ બંધ કરી રહ્યું છે, અને એમ.ડી.શ્રી બરનાવાલના માર્ગદર્શન હેઠળ કોર્પોરેટર ઓફીસ ખાતે વીજ સ્‍ટાફ દ્વારા જ બીલીંગ સિસ્‍ટમનું માળખુ ગોઠવાઇ રહ્યું છે, આ માટેની તાલીમ પણ લગભગ પૂર્ણ થઇ છે, અને ૧ લી ફેબ્રુઆરીથી રાજકોટ તથા અન્‍ય સર્કલના જીઇબીનો સ્‍ટાફ જ લોકોના ઘરે-ઘરે જઇ વીજ બીલ બનાવી આપશે, રાજકોટના ૩૦ થી વધુ સબ-ડીવીઝનમાં પ લાખ જેટલા ગ્રાહકો છે.. આ માટે એક કલાર્ક દરરોજના કેટલા બીલ બનાવશે તે ફાઇનલ કરાશે, સીટી સર્કલના એક ઉચ્‍ચ અધિકારીએ ઉમેર્યુ હતું કે હાલ કોર્પોરેટ ઓફીસ લેવલે માળખુ ગોઠવાય પછી ફાઇનલ થશે, કોન્‍ટ્રાકટ સિસ્‍ટમ બંધ વીજતંત્રને કરોડોનો દર મહિને ફાયદો થશે.

 

(4:13 pm IST)