Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

કુચીયાદળના ભાનુબેન ડાભીનું પતિના બાઇક પાછળથી પડી જતાં મોત નિપજ્‍યું

કુવાડવાથી બકાલુ લઇ ઘરે જતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૭: કુવાડવાના સાતડા ગામના પાટીયા પાસે પતિના બાઇક પાછળથી પડી જતાંકુચીયાદળના મહિલાને ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.

કુચીયાદળ રહેતાં ભાનુબેન શામજીભાઇ ડાભી (ઉ.વ.૪૫) ગત સાંજે પતિ શામજીભાઇ ડાભીના બાઇક પાછળ બેસી કુવાડવા બકાલુ લેવા આવ્‍યા હતાં. બંને પરત પોતાના ગામ તરફ જતાં હતાં ત્‍યારે સાતડાના પાટીયા પાસે પહોંચ્‍યા તે વખતે ભાનુબેનને ચક્કર આવતાં ચાલુ બાઇકમાંથી પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારના પતિ ટ્રક ડ્રાઇવીંગ કરે છે. સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે.

(12:05 pm IST)