Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

જમવાના પૈસા બાબતે રામપરાના ટ્રક ચાલક મહેશને સાથી ડ્રાઇવરે માથામાં હથોડી ફટકાર્રી

સમીર ચોૈહાણ માથામાં ઘા ઝીંકી ભાગી જતાં એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ જે. એસ. ગામીત અને ટીમે વાંકાનેર નજીકથી સકંજામાં લીધો

રાજકોટ તા. ૨૭: કુવાડવા નજીકના રામપરા બેટી ગામે રહેતાં મહેશ અરજણભાઇ બાબરીયા (ઉ.વ.૨૭) નામના ટ્રકચાલક યુવાનને રાતે સાડા બારેક વાગ્‍યે કુચીયાદળ ગામના ઓવર બ્રીજ પાસે તેની સાથેના અન્‍ય ટ્રક ડ્રાઇવર બેટીના સમીર સલિમભાઇ ચોૈહાણે માથામાં હથોડીના ઘા ફટકારી દેતાં લોહીલુહાણ હાલતમાં વાંકાનેર હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

ત્‍યાંથી અર્ધબેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના ભાવેશભાઇએ જાણ કરતાં એરપોર્ટ પીઆઇ જે. એસ. ગામિત સહિતનો સ્‍ટાફ રાજકોટ પહોંચ્‍યો હતો. મહેશ અને સમીર બંને સાથે ટ્રક ડ્રાઇવીંગ કરે છે. રાતે રાજકોટથી કુચીયાદળ જતી વખતે બંનેને જમવું હતું. પણ મહેશ પાસે પૈસા ન હોઇ તે બાબતે બોલાચાલી ગાળાગાળી થતાં  સમીર રોષે ભરાઇ ગયો હતો અને હથોડીથી તૂટી પડયો હતો. મારામારી બાદ તે વાંકાનેર હાઇવે તરફ જતો રહ્યાની માહિતી પરથી પીઆઇ ગામીત સહિતની ટીમે તેને સકંજામાં લીધો હતો. મહેશ સંપુર્ણ ભાનમાં આવ્‍યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે. મહેશ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાનો અને અપરિણીત છે.

(12:17 pm IST)