Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

ગોંડલના ઘુડશીયા ગામે જૂની અદાવતમાં હરસુખભાઇ પટેલ ઉપર લાકડીથી હુમલો

કાના ભરવાડ તથા ભાયા ભરવાડ સામે પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૭ : ગોંડલના ઘુડશીયા ગામે જૂની અદાવતમાં યુવાન ઉપર બે શખ્‍સોએ લાકડીથી હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ ઘુડશીયા ગામે રહેતા હરસુખભાઇ બાબુભાઇ પટેલ (ઉ.૨૮) ઉપર તે જ ગામના કાના ગોબરભાઇ ભરવાડ તથા ભાયા રૂખડભાઇ ભરવાડે લાકડીથી હુમલો કરી ઇજા કરી હતી. ઇજાગ્રસ્‍ત હરસુખભાઇને એક વર્ષ પૂર્વે આરોપી કાના સાથે માથાકુટ થયેલ હોય તેનો ખાર રાખી કાના તથા ભાયાએ હુમલો કર્યો હતો.

આ અંગે હરસુખભાઇએ ઉકત બંને શખ્‍સો સામે ફરિયાદ કરતા તાલુકા પોલીસના એ.એસ.આઇ. પી.કે.સૈનીએ તપાસ હાથ ધરી છે.

(1:49 pm IST)