Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

વાહન ચોરીના સાત ગુન્‍હામાં સામેલ ધાબાવડનો અર્જુન રાજકોટમાં ચોરાઉ બાઇક સાથે પકડાયો

માલવીયાનગર પોલીસે લક્ષ્મીનગર અશોક ગાર્ડન પાસેથી દબોચ્‍યો

રાજકોટ તા. ર૭ : વડોદરા એન ભરૂચ સહિતના શહેરમાં વાહન ચોરીના સાત ગુન્‍હામાં સામેલ કેશોદ ધાબાવડના શખ્‍સને માલવીયાનગર પોલીસે બાતમીના આધારે લક્ષ્મીનગર અશોક ગાર્ડન પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ લક્ષ્મીનગર મેઇન રોડ પર એક શખ્‍સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની માલવીયાનગર પોલીસમથકના હેડ કોન્‍સ મસરીભાઇ ભેટારીયા, કોન્‍સ હરસુખભાઇ સબાડ અને ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા લક્ષ્મીનગર મેઇન રોડ પર અશોક ગાર્ડન પાસેથી અર્જુન નાગજીભાઇ વાઘેલા (ઉ.રર) (રહે મુળ ભરૂચ હાલ કેશોદ, ગીરસોમનાથ માવાડીયા)ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો પોલીસની પુછપરછમા અર્જુને આ બાઇક વડોદરાના તરસાલી ગામમાં સોમા તળાવ પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. તે અગાઉ ભરૂચ વડોદરા, સુરત અને ગીરસોમનાથ સહિત શહેરોમાં વાહન ચોરીના સાત ગુન્‍હામાં સામેલ હોવાનું જાણવા મળ્‍યું છે. આ કામગીરી પી.આઇ. એ. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એસ. મહેશ્વરી, હેડ કોન્‍સ અજયભાઇ વીંકમાં, મસરીભાઇ ભેટારીયા, રવીભાઇ નાથાણી, યશપાલસિંહ ગોહીલ, કોન્‍સ ભાવેશભાઇ ગઢવી, અંકીતભાઇ, રઘુવીરસિંહ, હરસુખભાઇ, કૃષ્‍ણદેવસિંહ, જયદીપસિંહ, સંજયભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:02 pm IST)