Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

શહેરના ભાજપના નવનિયુક્‍ત પ્રમુખ મુકેશભાઇને શુભેચ્‍છા પાઠવતા ઉદય કાનગડ

વિધાનસભા-૬૮, રાજકોટ (પૂર્વ) ના ધારાસભ્‍ય ઉદય કાનગડએ રાજકોટ શહેર ભાજપના નવનિયુક્‍ત પ્રમુખ મુકેશભાઈ દોશીને શુભેચ્‍છા પાઠવતા જણાવેલ કે રાજકોટના જાહેરજીવનમાં સમાજજીવનમાં આદરભર્યુ સ્‍થાન ધરાવતા સેવાકીય કાર્યોમાં સતત અગ્રેસર રહયા છે ત્‍યારે શહેરની દીકરાનું ઘર વળઘ્‍ધાશ્રમ સહિતની સંસ્‍થાઓના સ્‍વપ્નદ્દષ્ટા તરીકે જાણીતા સમાજસેવક મુકેશભાઈ દોશી જાહેરજીવનમાં સૌને સાથે રાખીને ચાલનારા તેમજ યુવાનોના રાહબર રહયા છે. તેમજ શહેરમાં વ્‍હાલુડી દીકરીના સમુહલગ્નનું જાજરમાન આયોજન કરનાર મુકેશભાઈ દોશીના આ કાર્યને ખુબ જ સરાહના મળી છે.  વિધાનસભા ૬૮ બેઠક ઉપર ભાજપના વિજયમાં મહતમ યોગદાન આપેલ હતું. ત્‍યારે મુકેશભાઈ દોશી શહેર ભાજપ પ્રમુખ તરીકેની નવી જવાબદારીમાં પાર્ટીના સંગઠનને સુદઢ બનાવી, પાર્ટીનો વ્‍યાપ વધારે અને સફળતા પૂર્વક પોતાની કેડી કંડારે તેવી શુભેચ્‍છા પાઠવતા અંતમાં ઉદય કાનગડએ જણાવેલ.

(3:22 pm IST)