Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

સીંગતેલમાં વધુ ૧પ રૂા. તૂટયા : બે દિ'માં ડબ્‍બે ૩૦ રૂા.નો ઘટાડો

સપ્તાહમાં ૬પ રૂા. નો કડાકોઃ નવા ટીનના ભાવ ર૭૦પ થી ર૭પપ રૂા. થયા

રાજકોટ, તા. ર૭ :  સીંગતેલમાં સતત ભાવો તૂટી રહ્યા છે. આજે વધુ ૧પ રૂા.નો ઘટાડો થયો છે.

સ્‍થાનીક બજારમાં ઘરાકીનો અભાવ અને વૈશ્વીક મંદીના પગલે આજે સીંગતેલમાં વધુ ૧પ રૂા.નો ઘટાડો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.) ના ભાવ ૧પ૬પ રૂા. હતા તે ઘટીને આજે બપરો ૧પપ૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ ર૭ર૦ થી ર૭૭૦ રૂા. હતા તે ઘટીને ર૭૦પથી ર૭પપ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. છેલ્લા બે દિ'માં સીંગતેલ ડબ્‍બે ૩૦ રૂા. અને ચાલુ સપ્તાહમાં ૬પ રૂા. નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે.

બપોર સુધીમાં અન્‍ય ખાદ્યતેલોના ભાવોમાં કોઇ વધ-ઘટ ન હતી.

(3:37 pm IST)