Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

હીમોફીલીકોએ કોઈપણ પ્રશ્ને સીધો સંપર્ક કરવોઃ સિવિલ સર્જન ત્રિવેદી

હીમોફીલીયા સોસાયટી રાજકોટ ચેપ્‍ટર દ્વારા અનેકવિધ કાર્યક્રમ યોજાયા : ડે-કેર સેન્‍ટર માટે હરહંમેશ મદદ તૈયાર બળવંતભાઈ દેશાઈ : ઈશ્વરમાં શ્રધ્‍ધા રાખીએ તો રસ્‍તા આપોઆપ ખૂલેઃ શંભુભાઈ પરસાણા : કોઈપણ પરિસ્‍થિતિનો સામનો કરવો જોઈએઃ જવલંતભાઈ છાંયા : અનેક હિમોફીલીકો ભણી-ગણીને નોકરીએ લાગી ગયા છેઃ કિરણ અવાસીયા

રાજકોટ તા.૨૨: હીમોફીલીયા સોસાયટી રાજકોટ ચેપ્‍ટર દ્વારા અશોક ગોંધીયા મેમોરીયલ ટ્રસ્‍ટ બિલ્‍ડીંગ ખાતે વિશ્ર હીમોફીલીયા દિવસની ઉજવણી નિમિતે  હિમીયોપેથી, ફિઝિયોથેરાપી કેમ્‍પ ઈન્‍હરબિટર સ્‍ક્રીનીંગ કેમ્‍પ અને  દાતાઓનું અને પીડબલ્‍યુંએચનું સન્‍માન  કરવામાં આવ્‍યું હતુ.

આ પ્રસંગે સિવિલ હોસ્‍પિટલના સર્જન ડો. ત્રિવેદીએ હોમોફીલીયા દર્દીઓને  ફેકટર સહિતના કોઈ પણ પ્રશ્ર્ને સીધો સંપર્ક સાધવા જણાવ્‍યું હતુ અને દર્દીની સેવાને ભગવાનની સેવા મુજબ સમાન ગણાવી હતી અને  પીડીયુ  હોસ્‍પિટલમાં દર્દીઓની  સેવા માટે હંમેશા  તત્‍પર  છે. અને રહેશે તેની ખાત્રી  આપી હતી.

હીમોફીલીયા અંગે સાવચેતી અને  જાગૃતી ઉપર ભાર મૂકતા વોકહાર્ટ હોસ્‍પિટલના હીમેટોલોજીસ્‍ટ ડો.નિસર્ગ ઠકકરે જણાવ્‍યું હતુ કે  આજે વિજ્ઞાન  ધણું  આગળ વધી ગયું છે. ગર્ભસ્‍થ બાળક હીમોફીલીક છે કે નહી તેની જાણકારી આસાનીથી મેળવી  શકાય છે. તેમજ હીમોફીલીક  દર્દીની  સંખ્‍યા ઓછી થાય અર્થાત  હિમોફીલીક  બાળકોનો જન્‍મદર  નીચો આવે તે જરૂરી છે. આ માટે  સમાજમાં લોકોમાં જાગૃતીની ખૂબ જ જરૂર છે.

બળવંતભાઈ દેશાઈએ જણાવેલ કે અશોક ગોંધીયા મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા હંમેશા દર્દીઓની સેવાનો  લોક સેવાનો ધ્‍યેય  રહ્યો છે. અને રહેશે એમ જણાવી નવા ડે કેર સેન્‍ટરમાં પણ જોઈતી મદદ કરશે તેની ખાત્રી આપી હતી. અને હીમોફીલીક લોકોએ જીવનમાં આત્‍મવિશ્રાસ રાખવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્‍થિત ફુલછાબનાં  તંત્રી જવલંતભાઈ છાયાએ  કહ્યું હતુ કે આ સંસ્‍થા અને તેનો બાળકો, વડીલો તેમના પરિવારમાંથી આપણે પ્રેરણા લેવા જેવી છે. કેમકે તેઓ અનેક સમસ્‍યાઓમાંથી પસાર થઈ રહ્યા  હોય છે.  તેમણે હંમેશા ખંતપૂર્વક અને કોઈપણ પરિસ્‍થિતિમાં  આનંદ ઉત્‍સાહથી જીવન જીવવું જોઈએ એમ પણ જણાવ્‍યું હતુ.

કોઈપણ  મુશ્‍કેલી હોય તેનો સામનો કરવો જોઈએ કોઈ પણ પરિસ્‍થિતિનો મનથી મજબૂત બની રહેવું જોઈએ ઈશ્રરમાં શ્રધ્‍ધા રાખવી જેથી  નવો રસ્‍તો  આપો આપ ખૂલી જાય છે. જીવનમાં કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્‍પ નથી એમ હીમોફીલીયા સંસ્‍થાના  ટ્રસ્‍ટી અને ઉદ્યોગપતિ શંભુભાઈ પરસાણાએ જણાવ્‍યું હતું.

હીમોફીલીયા સંસ્‍થાના રાજકોટ દ્વારા  કરવામાં આવતી આ દર્દીઓની સેવા મંદિરમાં ભગવાનની  પુજા સમાન અહીની  સેવા એક  યાત્રા જ છે. એમ  ગાયત્રી ઉપાસક સામાજીક અગ્રણી દ્યનશ્‍યામભાઈ ઠકકરએ જણાવ્‍યું હતુ.

રાજકોટમાં વધુ એક  ડે-કેર સેન્‍ટર અને હીમોફીલીયાના દર્દીઓનો ઝડપી અને ઉતમ સારવાર મળી રહે તે માટે રાજકોટ સીવીલ હોસ્‍પિટલ કેમ્‍પસમાં પણ ડે-કેર સેન્‍ટર બને તે માટે પ્રયત્‍નો  હોવાનું સંસ્‍થાના  સલાહકાર કિરણ અવાસીયાએ જણાવ્‍યું હતુ.ઉપરાંત સંસ્‍થાના  બાળકો અને  તેના પરિવાર વિશેની તલસ્‍પર્શી  વિગતો આપતા કહ્યું હતુ કે ઘણા હીમોફીલીક બાળકો આજે ભણી ગણીને   સારી જગ્‍યાએ નોકરીએ લાગી ગયા છે. તેમના પરિવારને  મદદરૂપ થઈ રહ્યા છે. સમાજમાં માનભેર જીવન જીવી રહ્યા છે. તે એક ગૌરવની વાત સંસ્‍થા માટે છે. તેમણે સંસ્‍થામાં આવતા તબીબો, ચાર્ટડ  એકાઉન્‍ટન્‍ટ દાતાઓનો આભાર વ્‍યકત કર્યો હતો.

આ પ્રસંગે  જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ કિરણબેન માકડીયા, પત્રકાર ભૂપતસિંહ મારવાડી, ડો. હાર્દિક પટેલ, ડો. ચિંતન શાહ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યોગ સેન્‍ટરનાં  જયશ્રીબેન સહિતના  બહેનોનું  સન્‍માન કરાયું હતુ. કાર્યક્રમમાં  સ્‍વાગત પ્રવચન હેમરાજ કાસુંન્‍દ્રા, સંસ્‍થાની માહિતી સચિવ   સોનલ સાકરીયાએ આપી હતી કાર્યક્રમનું સંચાલન નિશાબેન  પીલોજપરાએ કર્યું હતુ. આ કાર્યક્રમ માટે  સંસ્‍થાના  લવજીભાઈ  મોલીયા, પરેશભાઈ સાકરીયા, ચાવડા દંપતી વગેરેએ જહેમત ઉઠાવી હતી

(3:42 pm IST)