Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

શહેર કોંગ્રેસ દ્વારા પંડીત જવાહરલાલ નહેરૂની પ્રતિમાને પુષ્‍પાંજલી

રાજકોટઃ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના  પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નેહરૂજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ તકે શહેર કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયાએ કહ્યું કે દેશની આઝાદીથી લઈને આઝાદ ભારતને સમૃદ્ધ બનાવવા સુધીમાં પંડિત નેહરુનું અપ્રતિમ યોગદાન રહ્યું છે.  પંડિત નેહરુએ  શિક્ષણ, સામાજિક સુધારણા, આર્થિક ક્ષેત્ર, રાષ્‍ટ્રીય સુરક્ષા, આયોજન પંચ, પંચવર્ષીય યોજના અને ઔદ્યોગિકરણ સહિત ઘણા ક્ષેત્રોમાં મહત્‍વપૂર્ણ કાર્યો કર્યા. પંડિત જવાહરલાલ નેહરૂ પોતાના વિચારો અને પોતાના ઉલ્લેખનીય કાર્યોને કારણે મહાન બન્‍યા. પંડિત જવાહરલાલ નેહરૂએ દેશને આધુનિક બનાવવા માટે જે કામ કર્યા તેને ભૂલાવી ન શકાય. આ જ કારણ છે કે તેમને ‘આધુનિક ભારતના ઘડવૈયા' કહેવામાં આવે છે.તેમણે આઈઆઈટી, આઈઆઈએમ, જેવી સંસ્‍થાઓ, ભાખરા-નાંગલ બંધ, અને બોકારો સ્‍ટીલ કારખાનાની સ્‍થાપના જેવા નિર્ણયો કર્યા. જવાહરલાલ નેહરુએ પોતાની દુરંદેશીથી  જે પંચવર્ષીય યોજનાઓ બનાવી. તેનાથી દેશને આજે પણ લાભ મળી રહ્યો છે.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા,  પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, એન.એસ.યુ. આઈ.  પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકી, રહીમભાઈ સોરા, પૂર્વ વિપક્ષી નેતા પ્રવીણભાઈ રાઠોડ, અશોકસિંહ વાઘેલા, અજિતભાઇ વાંક, ફ્રન્‍ટલ સેલના ચેરમેનો મહિલા પ્રમુખ દીપ્‍તિબેન સોલંકી, શહેર એન.એસ.યુ. આઈ. પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા, કિસાન સેલ ચેરમેન નિલેશભાઈ વિરાણી તેમજ વોર્ડ પ્રમુખો જીજ્ઞેશભાઇ ડોડીયા, જગદીશભાઈ ડોડીયા, કેતનભાઈ તાળા, વાસુરભાઇ ભંભાંણી, પ્રવીણભાઈ મૂછડીયા, તેમજ પૂર્વ કોર્પોરેટરો દિલીપભાઈ આસવાણી, જયાબેન ટાંક અને આગેવાનો ગેલાભાઇ મુછડીયા, મયુરભાઈ શાહ, આર્યન કનેરીયા, ધવલભાઈ રાઠોડ, સમીરભાઇ ચૌહાણ, વિશાલ રાઠોડ, રોહિત રાઠોડ, નિખિલ મકવાણા, ઉદય બેડીયા, દેવ મકવાણા, પાર્થ સાગઠીયા, શાંતાબેન મકવાણા અને પ્રફુલાબેન સહિતના કાર્યકરો ભાઈઓ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા તેવું પૂર્વ કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડીયાની યાદીમાં જણાવાયું છે.

 

(3:50 pm IST)