Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં વાહન વેંચાણમાં ભારે ઉછાળો : ગત વર્ષે ૪ર૦૪૩ અને ચાલુ વર્ષે ૪પ દી' ૪૬પ૭ વાહનો વેચાયા

મનપાને વર્ષ ર૦ર૦-ર૧ માં ૧ર કરોડ, ર૦ર૧-રર માં ૧૭.પ૭ કરોડ, ર૦રર-ર૩માં ર૪.૭૩ કરોડ તથા આ વર્ષે ૩.૩૮ કરોડની વાહન વેરાની આવક થઇ છે

રાજકોટ, તા. ર૭ :  મનપાના તા. ૧૯ના રોજ મળેલ જનરલ બોર્ડમાં વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા દ્વારા છેલ્લા ૩ વર્ષમાં કુલ કેટલા વાહનોનું વેંચાણ થયું. અને કેટલો વાહનવેરો જમા થયો તેની વિગતો માંગવામાં આવી હતી. જેના પ્રત્‍યુતરમાં તંત્ર દ્વારા વર્ષ-ર૦ર૧-રર માં ૩૭,રપ૪, વર્ષ ર૦રર-ર૩ માં ૪ર.૦૪૩ તથા ચાલુ નાણાકીય વર્ષમાં ૧પ મે સુધીમાં કુલ ૪૬પ૭ વાહનો વેંચાયો હોવાનું જણાવાયું હતું.

કોરોના કાળ એવા વર્ષ ર૦ર૦-ર૧માં દ્વીચક્રી વાહનો દ્વારા ૧.૯૬ કરોડ, થ્રી વ્‍હીલરથી ૧૦ લાખ, મોટરકાર દ્વારા ૯.૮૯ કરોડ, ૬ વ્‍હીલરથી ૭.પ૩ લાખ તથા અન્‍ય વાહનોના વેંચાણથી રૂા. ર.૭૦ લાખ સહિત કુલ ૧ર કોરડથી વધુની વાહનવેરાની આવક થવા પામી  હતી.

જયારે ર૦ર૧-રર ના વર્ષમાં કુલ ૩૭,રપ૪ વાહનોના વેંચાણ થકી ટુ વ્‍હીલર દ્વારા ર.૩૬ કરોડ, થ્રી વ્‍હીલરથી ર૬.પ૯ લાખ, મોટરથી ૧૪.૭૭ કરોડ, ૬ વ્‍હીલરથી ૧૦ લાખ, ટ્રેકટર ટ્રોલીથી રપ હજાર અને અન્‍ય વાહનોથી પ.૯૩ લાખનો વેરો મનપામાં જમા થયો હતો. આમ કુલ ૧૭.પ૭ કરોડથી વધુનો વાહનવેરો જમા થયો હતો.

ઉપરાંત ગત વર્ષે ર૦રર-ર૩ માં કુલ ૪ર,૦૪૩ વાહનો વેંચાયા હતા. જેથી મનપાને કુલ ર૪.૭૩ કરોડની આવક થઇ હતી. જેમાં ટુવ્‍હીલરથી ૪.૧૮ કરોડ, થ્રી વ્‍હીલરથી ૬પ.૪ર લાખ, ફોર વ્‍હીલરથી ૧૯.૭૦ કરોડ, ૬ વ્‍હીલરથી ૧૧.પ૯ લાખ, ટ્રેકટર ટ્રોલીથી ૮પ હજાર તથા અન્‍ય વાહનોથી ૭.ર૯ લાખ વાહનો વેરા પેટે આવક થઇ હતી.  ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ ના પ્રથમ દોઢ માસમાં (૧ એપ્રિલથી ૧પ મે) સુધીમાં કુલ ૪૬પ૭ વાહનોનું વેંચાણ મનપાના ચોપડે નોંધાયું છે. જેમાં દ્વીચક્રી વાહનોથી ૪પ.પ૧ લાખ, થ્રી વ્‍હીલરથી ૯.૪પ લાખ, ફોર વ્‍હીલરથી ર.૮૦ કરોડ, ૬ વ્‍હીલરથી ર.૯૬ લાખ સહિત કુલ ૩.૩૮ કરોડ મનપાની તિજોરીમાં વાહનવેરાના જમા થયા છે.

(3:55 pm IST)