Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

મનપાના ડેપ્‍યુટી એન્‍જીનીયર આર.બી.સોલંકીના પુત્ર કાર્તિકેય ધો.૧૦માં 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્‍થાને

  રાજકોટ,તા.૨૭ : ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૨૫મેના રોજ જાહેર થયેલ ધોરણ ૧૦ SSCના પરિણામમાં  રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્‍યુટી એન્‍જીનીયર આર.બી.સોલંકીના પુત્ર કાર્તિકેય રાજેશભાઈ સોલંકીએ  ૯૯.૯૯ PR સાથે સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે.

કાર્તિકેય દ્વારા આ સફળતાનો શ્રેય ધોળકિયા સ્‍કુલના ટ્રસ્‍ટી કળષ્‍ણકાંતભાઈ ધોળકિયા, જીતુભાઇ  તથા પ્રિન્‍સિપાલ  અંશુમન સર ત્રિવેદીની સમગ્ર ટીમનું માર્ગદર્શન, માતાપિતાના આશીર્વાદ, તથા પોતાની સખત મહેનતને આપેલ છે. સ્‍કુલમાં દરરોજ દરેક વિષયમાં જે ભણાવવામાં આવે તે ઘરે આવી તે જ દિવસે તેનું રિવિઝન કરી લેવું તથા છેલ્લા ત્રણ માસમાં વ્‍યવસ્‍થિત પ્‍લાનિંગ કરીને દરેક વિષયનું આયોજન કરેલ.

 કાર્તિકેયની બહેનને પણ અગાઉ ધોરણ ૧૦ માં ૯૯.૯૮ PR આવેલ અને હાલમાં MBBSમાં અભ્‍યાસ કરે છે. કાર્તિકેયના પિતા રાજકોટ મહાનગર પાલિકામાં ડે. એક્‍ઝકયુટીવ એન્‍જિનિયર તરીકે ફરજ બજાવે છે. આ પરિણામથી સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયેલ છે.

(3:58 pm IST)