Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

જી.પી.સી.બી. દ્વારા સૂચિત પ્‍લાન્‍ટ માટે લોકસુનાવણી

 રાજકોટઃ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રાંત અધિકારી વિવેક ટાંકના અધ્‍યક્ષ સ્‍થાને પદમાં રેઝીન ઇન્‍ડસ્‍ટ્રીઝના કૃત્રિમ રસાયણોના ઉત્‍પાદન માટેની સુચિત પરિયોજના માટે પર્યાવરણીય લોકસુનાવણીનું આયોજન કરવામાં આવેલ હતું. અસંતૃપ્ત પોલીએસ્‍ટર રેઝીન અને પ્‍થેલેટ પ્‍લાસ્‍ટીસાઇઝર્સના ઉત્‍પાદન કેટેગરી પ (એફ) બી માટેની પ્રોજેકટ સાઇટ પ્‍લોટ નં. ૧ સર્વે નં.૧૬ર, ગામ નારણકા ખાતે આવેલ છે. અહી ૧ર૦૦ ટન પ્રતિમાસ ઉત્‍પાદન ક્ષમતાની સૂચિત પરિયોજના અંગે પ્રાંત અધિકારી વિવેક ટાંકના અધ્‍યક્ષસ્‍થાને લોકસુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં હાજર રહેલ લગભગ ૩૦ જેટલા લોકોમાંથી સુનાવણી દરમ્‍યાન ૩ લોકોએ મૌખિક રજુઆત કરેલ હતી રજુઆતો સંદર્ભે પ્રોજેકટ પ્રપોનન્‍ટ દ્વારા જવાબો રજુ કરવામાં આવેલ હત.(

 

(3:59 pm IST)