Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

સોમવારે મનપાના તમામ આધાર કેન્‍દ્રો બંધ

રાજકોટ તા.ર૭ : મહાનગરપાલીકાની ત્રણેય વિભાગીય કચેરીઓ સેન્‍ટ્રલ ઝોન, ઢેબરભાઇ રોડ વેસ્‍ટ ઝોન ૧પ૦ ફુટ રીંગ રોડ અને ઇસ્‍ટ ઝોન, ભાવનગર રોડ ખાતે કાયમી આધાર નોંધણી કેન્‍દ્ર કાર્યરત છે. આધાર કેન્‍દ્રો ખાતે નિયુકત તમામ સુપરવાઇઝર તથા તમામ ઓપરેટરને ટ્રેનીંગ આપવામાં આવનાર હોવાથી તા.ર૯ ને સોમવારના રોજ એક દિવસ બંધ રહેશે.

મહાનગરપાલીકાના ત્રણેય ઝોનલ કચેરી ખાતેના આધાર નોંધણી કેન્‍દ્રો તા.ર૯ સોમવારના રોજ એક દિવસ પુરતા બંધ રહેશે. તા.૩૦ ને મંગળવારના રોજ આધાર કેન્‍દ્રો ખાતે આધાર સેવા પુનઃ રાબેતા મુજબ શરૂ થઇ જશે તેમ મનપાની યાદીમાં જણાવાયું છે.

(4:00 pm IST)