Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

કેનાલ રોડ પર બંગાળી વેપારી અલીપભાઇએ દાગીના બનાવવા આપેલું ૩પ લાખનું સોનુ કારીગર ઓળવી ગયો

બંગાળી વેપારી એ એડીવીઝન પોલીસ મથકમાં બંગાળી કારીગર ગૌરાંગ મંડલ સામે ફરીયાદ નોંધાવી

રાજકોટ તા. ર૭ : કેનાલ રોડ પર શિવગંગા આભુષણ નામે દુકાન ધરાવતા બંગાળી વેપારીએ દાગીના બનાવવા માટે આપેલું  રૂા. ૩પ લાખનુ સોનું બંગાળી કારીગર  ઓળવી જતા વેપારીએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છ.ે મળતી વિગત મુજબ પીમ બંગાળના નોબાસનગામ હાલ રાજકોટ એસ.ટી. બસ સ્‍ટેશન પાછળ કરણપરા શેરી નં.૩રમાં રહેતા અલીપભાઇ નોબાકુમાર દેઇ (ઉ.૪૬) એ એ ડીવીઝન પોલીસ મથકમાં બંગાળી કારીગર ગૌરાંગ મંડલ સદાનંદ મંડલ (રહે. હાથીખાના શેરીનં. ૭/૧પ રામનાથપરા પાસેમુળ બંગાળ) સામે  ફરીયાદ  નોંધાવી છે અલીપકુમારે ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતે કેનાલ રોડ પર શિવગંગા આભુષણ નામની સોનાના દાગીના બનાવવાની દુકાન ધરાવે છે. તા.૪-૭-રર થી આજ દીન સુધી પોતે રામનાથ પરા હાથી ખાનામાં રહેતો બંગાળી કારીગર ગૌરાંગ મંડલ સદાનંદ મંડલને સોનાના દાગીના બનાવવા માટે કટકે કટકે ૪૩૯૧.પ૬ ગ્રામ સોનુ આપ્‍યુ઼ હતુ જેમાં તેણે ૪ર૩૦.૬૦ ગ્રામ સોનાના દાગીના બનાવી પરત આપ્‍યા હતા. અને બાકીનું પ૬૦.૯પ૭ ગ્રામ ફાઇન સોનુ ગૌરાંગ મંડલે ન આપતા પોતે તેની પાસે સોનુ માંગતા આપતો ન હતો. અવાર નવાર તેની પાસે બાકી રહેતું ન આપતા કારીગર ગૌરાંગ મંડલ રૂા. ૩પ,૦૦,૦૦૦નું  પ૬૦.૯પ૯ ગ્રામ ફાઇન સોનુ આજ દીન સુધી ન આપતા પોતાની સાથે છેતરપીંડી કર્યાની ખબર પડતા પોતે એ ડીવીઝન પોલીસ મથકમાં બંગાળી કારીગર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

(4:29 pm IST)