Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

રાજકોટના ૨૦ ભુલકાઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

ચંદીગઢમાં યોજાનાર રોલરસ્કેટીંગ, સ્પીડ સ્કેટીંગ, રીલેરેસ, આર્ટીસ્ટીક સ્કેટીંગ, રોલર બાસ્કેટ બોલમાં પુજા હોબી સેન્ટરના બાળકો ભાગ લેશે

રાજકોટઃ તા.૨૭, આગામી તા. ૨૭ થી ૩૧ ડિસેમ્બર ચંદીગઢ ખાતે યોજાનારી નૅશનલ રોલર સ્કેટીંગ ચેમ્પીયનશીપમાં વિવિધ કેટેગરીમાં નેશનલ લેવલે પુજા હોબી સેન્ટરના પ વર્ષથી ૨૦ વર્ષ સુધીના આ ૨૦ બાળકો વિવિધ સ્પર્ધામાં પસંદ થયા છે. આ બાળકો સ્પીડ સ્કેટીંગમાં શોર્ટ રેસ તથા લાૅંગ રેસમાં ભાગ લેવાના છે. આર્ટીસ્ટીક અને સ્કેટીંગ ડાન્સમાં બાળકોએ વિવિધ સ્ટેપ - ડાન્સ - લીફટીંગ તથા સ્ટંટ રજૂ કરવાના છે.
 સૌથી મહત્વની વાત છે કે રોલર બાસ્કેટ બોલ સૌપ્રથમવાર આ બાળકો સ્કેટ પહેરીને બાસ્કેટ બોલ રમવાના છે. ખૂબ જ આકર્ષક અને ઉંત્તેજનાપૂર્વક આ રમતમાં બાળકો સ્કેટ પહેરીને બાસ્કે કરે છે.  આ ગેઈમ સમગ્ર દેશમાં રમાય છે તથા રપ થી વધારે દેશોમાં આ રમત બાળકો રોલર સ્કેટ પહેરીને રમે છે. ગુજરાતમાંથી સૌપ્રથમવાર રાજકોટના બાળકો અન્ડર-૧૧, અન્ડર-૧૪, અન્ડર--૧૭ માં ગર્લ્સ અને બોયઝ એમ બે વિભાગમાં પસંદ થયા છે.
 આખા દેશમાંથી ૧૦૦૦ થી ૧૨૦૦ બાળકો આ કોમ્પીટીશનમાં ભાગ લેવા માટે એકત્રિત થવાના છે. ત્યારે રાજકોટના  ૨૦ બાળકો ગુજરાતને રિપ્રેઝન્ટ કરશે.
 એમેતુર ફેડરેશન ઓફ રોલર બાસ્કેટ બોલ જે સ્વીત્ઝરલેન્ડ ઈન્ટરનેશનલ સ્પોટર્સ નેટવર્ક ઓર્ગેનાઈઝેશન સાથે સંકળાયેલ છે અને એશિયન કોન્ફીડરેશન ઓફ રોલર બાસ્કેટ બોલ અને ઈન્ટરનેશનલ રોલર બાસ્કેટબોલ એસોસિએશન સાથે આ સંસ્થા સંકળાયેલ છે.
 આ કોમ્પીટીશનમાં પવન કુમાર બસંતુ, પૂર્વ રેલ્વે ગર્વમેન્ટમંત્રી પદ્મભૂષણ સુખેદવસિંહ ધીન્ડસા, સાંસદ રવનીતસિંઘ બીટુ ઉંપસ્થિત રહેશે.
  આ બાળકો  રાહી નાગવેકર,   આસ્થા અમીપરા, સીમરન તંતી, ધ્યાની કાછડીયા, ખ્વાબ અંતાણી, પ્રેમ ગાંધી, નિહાલ જલુ, કુંજ અમીપરા,  દીતીશ્રી ઠુમ્મર, ધર્મરાજસિંહ રાઠોડ, જાસ્મીન દલવાની, સાજમીન દલવાની, આલીયા જુનેચ, અરહાન જુનેચ, અરમાન મેનુ, તમન્ના મેનુ,  વિધિ વોરા, સુફીયાન માંકડા, હની પ્રજાપતિ, તીર્થા લંબાસીયાને તાલીમ ડો. પુજા રાઠોડ, દીપુબેન, અવેશગર તથા સંચાલિકા શ્રીમતી પુષ્પાબેન રાઠોડ આપી રહ્યા છે.
  તમામ બાળકો વિજેતા થઈને પરત ફરે તેવી શુભેચ્છા શ્રી જવાહરભાઈ ચાવડા, શ્રી મૌલેશભાઈ પટેલે આપી છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

 

(11:25 am IST)