Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

બેલા ગામમાં દાઝી ગયેલા ત્રણ વર્ષના જીજ્ઞેશનું મોત

સાત દિવસ પહેલા બનાવ : બાળકે રાજકોટની હોસ્પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૭ : મોરબીના બેલા ગામમાં રમતા રમતા ગરમ પાણીમાં પડી ગયા બાદ દાઝી ગયેલા બાળકનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ મોરબીના રંગપર તાલુકાના બેલા ગામમાં રહેતા ભરતભાઇ સોલંકીનો ત્રણ વર્ષનો પુત્ર જીજ્ઞેશ ગત તા. ૨૦ના રોજ પોતાના ઘરે રમતો હતો ત્યારે રમતા રમતા ગરમ પાણીમાં બેસી જતા દાઝી જતા તેને સારવાર માટે મોરબી તથા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમિયાન ગઇકાલે મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના ઇન્ચાર્જે પ્રાથમિક કાગળો કરી મોરબી મોકલ્યા છે.(

(3:07 pm IST)