Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ધાન્ય પાકો અંગે જનજાગૃતિ કાર્યક્રમ : રેલી-આવેદન

પર્યાવરણ વિકાસ કેન્દ્ર તથા માળીયા મહિલા શકિત સંગઠન દ્વારા રાષ્ટ્રીય કિસાન દિવસ તથા માનવ અધિકાર દિવસ નિમિતે બહેનોની સભા, રેલી અને આવેદનપત્ર એમ ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માળીયા મિયાણા મહિલા સંગઠનના પ્રમુખ જશુબેન ઝાપડાએ ઉપસ્થિત રહી મહિલાઓને સજીવ ખેતી અને ધાન્ય પાકો તરફ વળવા અપીલ કરી હતી. જયારે પર્યાવરણીય વિકાસ કેન્દ્રના તુષાર પંચોલીએ દેશી બિયારણથી જાળવણી અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપેલ. આનંદ સંગઠન સાથે જોડાયેલ યુવા સંગઠન દ્વારા આ તકે પીંજરૂ તોડ નાટક રજુ કરાયુ હતુ. તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા મામલતદારશ્રીને આવેદનપત્ર આપતી વખતે બહેનો વિશાળ સંખ્યામાં સાથે જોડાયા હતા. ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઇ પરમાર, જોશનાબેન, તુષાર પંચોલી, જશુબેન ઝાપડા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:39 pm IST)