Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ખાદ્યતેલોમાં ફરી ઉછાળોઃ સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ રૂ. વધ્યા

રજકોટ તા. ર૭ : ખાદ્યતેલોમાં સતત મંદી બાદ આજે નવા સપ્તાહના પ્રારંભે ફરી તેજી જોવા મળી હતી અને સીંગતેલ તથા કપાસીયામાં ૧૦ રૂ. વધ્યા હતા.

સ્થાનીક બજારમાં આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં ફરી તેજીના પગલે ૧૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ (કિ.ગ્રા.)ના ભાવ ૧ર૯૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૩૦૦ રૂ. થયા હતા સીંગતેલ નવા ટીનના ભાવ ર૧૭૦ થી રરર૦ રૂ.હતા. તે વધીને ર૧૮૦ થી રર૩૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

કપાસીયા તેલ લુઝના ભાવ ૧૧ર૦ રૂ. હતા. તેવધીને આજે બપોરે ૧૧૩૦ રૂ. બોલાયા હતા. કપાસીયા ટીનના ભાવ ૧૯૮૦ થી ર૦૧૦ રૂ. હતા તે વધીને ૧૧૯૦ થી ર૦ર૦ રૂ.થયા હતા.બપોર સુધીમાં અન્ય કોઇ સાઇડ તેલોમાં ખાદ્ય વધ-ઘટ નહતી. 

(3:41 pm IST)