Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં રાજકોટ મ.ન.પા. વિસ્તારમાં ૧૮ર કંપનીનાં કરારોઃ ૪૬૪૦ કરોડનું થશે રોકાણ

મોટાભાગનું રોકાણ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ૧૦ થી ૧ર દરમિયાન યોજાનાર ગ્લોબલ સમીટમાં ટાઉન પ્લાનીંગ વિભાગ ભાગ લેશેઃ મ્યુ. કમિશ્નર અમિત અરોરા દ્વારા તૈયારીઓ

રાજકોટ, તા, ૨૭: આગામી જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં રાજકોટ મહાનગર પાલીકા વિસ્તારમાં કુલ ૧૮ર એજન્સીઓ દ્વારા એમ.ઓ.યુ (કરારો) કરી અહી કુલ ૪૬૪૦નું રોકાણ કરવામાં આવનાર છે.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ સરકારશ્રી દ્વારા આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૨ દરમ્યાન રાજકોટ વાયબ્રન્ટ ગુજરાત, ૨૦૨૨ અંતર્ગત  ૧૦મી ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવેલ છે. વાયબ્રન્ટ ગુજરાતના રાજકોટ મહાનગર પાલિકાના નોડલ ઓફિસર શ્રી એમ. ડી. સાગઠીયાના જણાવ્યા મુજબ રાજકોટ શહેર માટે મ્યુનિ. કમિશ્રરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન મુજબ આ ઈવેન્ટમાં સક્રિય ભાગ લઇ, રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ માટે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જુદી-જુદી એજન્સીનો સંપર્ક કરવામાં આવેલ.

જે અન્વયે રાજકોટ શહેરી હદ વિસ્તાર માટે કુલ ૧૮૨ એજન્સી દ્વારા MoU કરવામાં આવેલ છે અને એજન્સી દ્વારા અંદાજે  રૂ।.૪૬૪૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. જે અન્વયે અંદાજે ૭૧૦૦ થી વધુ લોકો માટે નવી રોજગારીની તકો ઉભી થશે.

વિશેષમાં હજુ પણ વધુ એજન્સી દ્વારા કરારો કરવામાં આવે તે માટે જરૂરી પ્રયત્નો રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કરવામાં આવી રહેલ છે. તેવું નોડલ ઓફિસર શ્રી એમ. ડી. સાગઠીયાએ  આ તકે જણાવેલ છે. મોટાભાગનું રોકાણ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં થશે.(

(3:42 pm IST)