Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

પોપટપરા વિસ્તારના ૬૯૮ ફલેટ બિલ્ડરને મહીને ૮૬૩ના ભાડાથી આપી દેવા દરખાસ્ત

મ.ન.પા. દ્વારા આવાસ યોજનાનો વેપલો કરવાની બ્લુ પ્રીન્ટ તૈયાર : અગાઉ ૮૫૭ના ભાડાથી આપવાની દરખાસ્તમાં વિરોધ થતાં રિ-ટેન્ડર કરાયેલ, હવે ફરી એ જ બિલ્ડરે માત્ર ૬ રૂ. ભાડુ વધારી ટેન્ડર ભરાતા તંત્રને ૨૫ વર્ષ ૧૮ કરોડની આવક થશે

રાજકોટ તા. ૨૭ : મહાપાલિકાની આવાસ યોજનાઓના ખાલી પડેલા ફલેટ બિલ્ડરને ભાડાથી આપી દેવાની 'એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પલેક્ષ' યોજના હેઠળ પોપટપરા વિસ્તારમાં આવેલ આવાસ યોજનાના ૬૯૮ ફલેટને ૨૫ વર્ષના ભાડા પટ્ટે આપી દેવા અંગેની દરખાસ્ત વધુ એક વખત આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં રજૂ કરાઇ છે.

આ દરખાસ્ત મુજબ પોપટપરા વિસ્તારમાં ખાલી પડેલા આવાસ યોજનાના કુલ ૬૯૮ ફલેટ બેંગ્લોરની 'ઇરિતા હોસ્પિટાલીટી' બિલ્ડર એજન્સીને પ્રતિ ફલેટ રૂ. ૮૬૩ના ભાડાથી આપવા મંજુર કરાયું. આ એજન્સી ૨૫ વર્ષ સુધી આ ફલેટ ભાડે રાખશે. જેની ૨૫ વર્ષની આવક ૧૮ કરોડ જેટલી આવક તંત્રને થશે.

અત્રે નોંધનિય છે કે, અગાઉ આ જ એજન્સીએ પ્રતિ ફલેટનું રૂ. ૮૫૭ ભાડુ આપવા અને ૨૫ વર્ષ કુલ રૂ. ૧૭.૯૫ કરોડ ભાડું આપવા ટેન્ડર ભરેલ પરંતુ તે વખતે સ્ટેન્ડીંગ કમિટિએ આ દરખાસ્તનો વિરોધ કરી રિ-ટેન્ડરની ભલામણ કરી હતી અને રિ-ટેન્ડરમાં પણ એ જ એજન્સીએ પ્રતિ ફલેટના ભાડામાં માત્ર રૂ. ૬નો નજીવો વધારો કરીને રૂ. ૮૬૩નું ભાડુ પ્રતિ ફલેટ લેખે ચુકવવા ભાવો ભરેલ છે. જેથી ૨૫ વર્ષ મ.ન.પા.ને જુના ટેન્ડર કરતા ૧૩ લાખની વધુ રકમ ઉપજશે.

નોંધનિય છે કે, આ યોજના માટે માત્ર ઉપરોકત એજન્સીનું ટેન્ડર જ આવ્યું હોય તેના માટે આ દરખાસ્ત કરાઇ છે.(

(3:45 pm IST)