Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ગઇકાલે માત્ર ૨૦૧ સેમ્પલ પૈકી અ...ધ...ધ ૨૪ કેસ નોંધાયાઃ પોઝિટિવ રેટ ૧૧.૭૪ ટકા

તાન્ઝાનીયા, દુબઇ, ઉતરાખંડ,અમદાવાદ,પાલીતાણાથી પરત આવેલ લોકો કોરોના સંક્રમીતઃ ૧૮ વર્ષથી મોટા- ૧૨, વિદ્યાર્થી-૪ તથા ૮ દર્દીઓનાં ફરી રીપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજકોટ,તા.૨૭: શહેરમાં કોરોના કાબુમાં આવી ગયા બાદ ફરી માથુ ઉંચકયુ છે. દરરોજ કેસ નોંધાય રહ્યા છે. કાલાવડ રોડ પર એક જ પરિવારમાં  ત્રણ  સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. ગઇકાલ સાંજે ૨૪ કેસ નોંધાયા છે.  આજ બપોર સુધીમાં ફરી શુન્ય કેસ નોંધાયો છે.

બપોર સુધીમાં '૦'  કેસ

મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૩,૦૧૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૪૭૬  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૦૧ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૨૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧૧.૯૪ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૫,૨૯,૨૮૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૩,૦૧૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૮૧  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૭૫ ટકા એ પહોંચ્યો છે.

ગઇકાલે ૨૪ કેસ નોંધાયા

ગઇકાલે શહેરમાં ૨૪ કેસ નોંધાયા છે. જેમાં આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે શહેરમાં કાલાવડ રોડ પરનાં એક જ વિસ્તારમાં ૫૨ વર્ષીય પુરુષ, ૪૧ વર્ષીય મહિલા, ૧૧ વર્ષનો વિદ્યાર્થી તથા સાધુવાસવાણી રોડનાં ૭૫ વર્ષીય પુરુષ,  એરપોર્ટ રોડ પર રહેતા અને તાન્ઝાનીયાથી આવેલ ૨૭ વર્ષીય યુવતી(સિવિલમાં સારવાર હેઠળ), શિતલપાર્ક વિસ્તારમાં ૨૨ વર્ષીય યુવતી, મહાવીર સોસાયટીમાં ૧૫ વર્ષીય વિદ્યાર્થી(ટ્રાવેલ હિસ્ટ્રી-ચોપટા), ભગવતી પરા વિસ્તારમાં ૨૬ વર્ષીય યુવતી, જાગનાથ પ્લોટમાં અને પાલીતાણાથી પરત આવેલ એક જ પરિવારનાં ૬૬ વર્ષીય પુરુષ અને મહિલા, શારદાનગર સોસાયટી-કાલાવડ રોડ પર રહેતા ૧૪ વર્ષીય વિદ્યાર્થી(ટ્રાવેલ હિસ્ટ્રી-ચોપટા), પ્રણામી પાર્કમાં રહેતા અને જામકંડોરણાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા એક જ પરિવારનાં ૬૪ વર્ષીય પુરૂષ, ૬૨ વર્ષીય મહિલા,  સામાકાંઠે સંતકબીર રોડ પરનાં અને દુબઇથી પરત આવેલ ૪૭ વર્ષીય પુરુષ, ન્યુ જાગનાથ પ્લોટમાં અને અમદાવાદથી આવેલ ૪૧ વર્ષીય મહિલા તથા ગીતાંજલી સોસાયટીમાં ૧૫ વર્ષનો વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

(3:47 pm IST)