Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ભાજપનાં પ્રશિક્ષણ વર્ગમાં 'ડાન્સ પાર્ટી'! આજ તેનાં સાચા સંસ્કારોઃ રાજભાનો ટોણો

રાજકોટ તા. ર૭ :.. ભાજપનાં પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકરોની 'ડાન્સ પાર્ટી'નાં વિડીયો વાઇરલ થતાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ સંગઠન મંત્રી રાજભા ઝાલાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ 'ડાન્સપાર્ટી' ની ધર્મ  અને સંસ્કૃતિનાં ઠેકેદાર હોવાનો દાવો કરનાર ભાજપનો અસલી ચહેરો પ્રજા સામે આવી ગયો છે. ત્યારે હવે પ્રજાએ ભાજપનો અસલી ચહેરો ઓળખી લેવો જોઇએ તેમ રાજભાએ નિવેદનનાં અંતે જણાવ્યું છે. 

(4:01 pm IST)