Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

‘હાજી કાસમ તારી વીજળી' નાટકમાં આદિત્‍ય ગઢવી લાઈવ ગીતો સાથે અભિનયના ઓજસ પાથરશે

ટિકિટ બુકીંગ માટે મો.૯૦૨૩૨ ૮૨૪૦૭ અથવા બૂકમાયશોઃ ૨૨ એપ્રિલ શનિવાર, હેમુ ગઢવી હોલ, રાત્રે ૯:૩૦ કલાકે

રાજકોટઃ વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ અને આયુકળશ પ્રસ્‍તુત મ્‍યુઝિકલ નાટક હાજી કાસમ તારી વીજળી ને રાજકોટ નો અનન્‍ય પ્રતિસાદ મળી રહ્યો છે. આદિત્‍ય ગઢવી ના લાઈવ ગીતો, મયુર ચૌહાણ , સોહની ભટ્ટ અને અત્‍યંત પ્રતિભાશાળી ડિરેકટર અભિનય બેંકરનું દિગ્‍દર્શન રાજકોટ વાસીઓને આટલી વહેલી ટિકિટો બુક કરવા માટે પ્રેરી રહ્યું છે. અને તે જ કારણ છે કે લગભગ બધી જ પ્રીમિયમ , આગળ ની હરોળો ની ટિકિટોમાં બહુ જ જૂજ ટિકિટો બાકી રહી છે.

ગુજરાતનું ટાઇટેનિક કહેવાતી અને ખરેખર તો ટાઇટેનિક ની પણ વર્ષો પહેલા ૧૮૮૮ માં લગભગ ૭૪૦ લોકો ને લઇ ને ડૂબી ગયેલી આગબોટ - સ્‍ટીમર નામે વીજળી ની હકીકત માં બનેલી કરૂણાંતિકા આધારિત નવલકથા અને સૌથી પ્રખ્‍યાત લોકગીત - હાજી કાસમ તારી વીજળી મધદરિયે વેરણ થઇ' આધારિત આ મ્‍યુઝિકલ નાટકમાં સુપ્રસિદ્ધ ગાયક આદિત્‍ય ગઢવી ના લાઈવ ગીતો અને સચોટ એકટિંગ છે.શ્રી ગુણવંતરાય આચાર્ય લિખિત સાગર ખેડુ કથા હાજી કાસમ તારી વીજળી પર આધારિત મ્‍યુઝિકલ નાટક રાજકોટમાં ૨૨ એપ્રિલ એ રાત્રીના ૯.૩૦ વાગ્‍યે ભજવવા જઈ રહ્યું છે !

નાટકનું નાટ્‍ય રૂપાંતર કર્યું છે સાહિત્‍ય અકાદમીના યુવા પુરસ્‍કાર વિજેતા યુવા લેખક રામ મોરી એ. જેઓને આપ મહોતું ફિલ્‍મ દ્વારા જાણો છો. ગુજરાતી ગીતોઅને ફિલ્‍મો ના સંગીતપ્રેમીઓ પ્રસિદ્ધ સંગીતકાર શ્રી મેહુલ સુરતીને ના જાણતા હોય તેવું ના બને. વીજળી નાટક માં પાર્શ્વ સંગીત શ્રી મેહુલ સુરતી નું છે. તો નાટ્‍ય સંગીત હાર્દિક દવે અને ભાર્ગવ પુરોહિત નું છે. ગીતો આદિત્‍ય ગઢવી અને હાર્દિક દવે એ ગાયાછે તો ડિરેકશન અનેક બોલિવૂડ અને ગુજરાતી ફિલ્‍મો , વેબસીરીઝ વ.માં જેમની એકટિંગઅને વિવિધ નાટકોના ડિરેકટર તરીકે નામના છે તેવા શ્રી અભિનય બેંકર નું છે. નાટકના મુખ્‍ય કલાકારો મયુર ચૌહાણ - માઈકલ અને સોહની ભટ્ટ છે. સોહની ને ટ્‍યૂશન ફિલ્‍મમાં આપે જોઈ છે તો મયુર ચૌહાણ એટલે કરસનદાસ પે એન્‍ડ યુઝ તથા છેલ્લો દિવસમાં પ્રસિદ્ધ કોમેડી સીન અમોએ તમોને'માં તમે માણ્‍યો છે.

૧૩૦ વર્ષ પહેલાં ઈ.સ. ૧૮૮૮ની ૮મી નવેમ્‍બરે મોડી રા ત્રે સૌરાષ્ટ્રના માંગરોળ બંદરેથી પચીસેક કિ .મી . દૂર દરિયામાં વેરણ થયેલી વીજળી' નામની આગબોટ વિશે આપણે વર્ષો થી રોમાંચક વાતો , દંતકથા ઓ, લોકગીત વગેરે સાંભળતા આવ્‍યા છીએ. પણ આ નાટક વીજળી ' કેમ ડૂબી અને કેવી રીતે ડૂબી તેના વિશે નથી . પણ તેમાં વહાણ ની સાથે વહાલની કેટલીયે વાર્તાઓ ડૂબી અને તેમાં વહાણના કપ્તાન હાજી કાસમ ની પણ એક વાર્તા ડૂબી ગઈ તેના વિષે છે. શું? આગળ જણાવતા રહીશું. ત્‍યાં સુધી રાજકોટ ફટાફટ ટિકિટ બુક કરાવો.

હાજી કાસમ તારી વીજળી' નાટકની વિગત નોંધી લો.

૨૨ એપ્રિલ , શનિવાર , રાત્રે ૯.૩૦ વાગ્‍યે હેમુ ગઢવી હોલ, રાજકોટમાં.

ટિકિટ બુકિંગ ૯૦૨૩૨૮૨૪૦૭ અને બુકમાઇશો પર પણ ઉપલબ્‍ધ.

અને હા નાટકનું બુકીંગ ઓપન કર્યાને ૩-૪ દિવસમાં જ સેન્‍ટરની પ્રથમ ૧૦ હરોળોમાં બહુ જૂજ સીટો બાકી છે. માટે જલ્‍દીથી બુકીંગ કરાવજો રાજકોટ.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ અને આયુકળશના આ પ્રયોગમાં તેમના સદાય ના શુભચિંતક , પથદર્શક અને હર હંમેશ હિંમત પ્રદાન કરતા અકિલા પરિવાર ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારની સાથે આટોમાઇઝ ઘરઘંટી, અદાણી મસાલા - સ્‍વાદ ના સર્જકો, સિલ્‍વર પમ્‍પ્‍સ એન્‍ડ મોટર્સ, તિરૂપતિ કુરિયર સર્વિસ પ્રાયવેટ લિમિટેડ ,સાગર પોલિટેક્‍નિક લિમિટેડ અને શિવમ કિયા , ગોંડલ ચોકડીનો સહકાર પ્રાપ્ત થયેલ છે.

(12:15 pm IST)