Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

બુથ સશકિતકરણ અભિયાનતળે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ઇન્‍ચાર્જ - સહઇન્‍ચાર્જની વરણી

રાજકોટ તા. ૨૮ : ભારતભરમાં બુથ એકમને મજબુત કરવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્‍યક્ષશ્રી જે.પી.નડ્ડાજી દ્વારા બુથ સશક્‍તિકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું છે. તે અંતર્ગત  રાજકોટ જીલ્લાના તમામ તાલુકાના બુથ સશક્‍તિકરણના કાર્યક્રમ માટે જીલ્લાના મુખ્‍ય ઇન્‍ચાર્જ જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી મનસુખભાઈ રામાણી, શ્રીમતી રીનાબેન ભોજાણી, ડો.દીપકભાઈ પીપળીયા, વિનોદ દક્ષિણીની વરણી રાજકોટ જીલ્લા ભાજપા અધ્‍યક્ષ મનસુખભાઈ ખાચરીયા તથા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ ચાંગેલાએ પ્રદેશ સંગઠન સાથે ચર્ચા વિચારણા કરીને કરેલ છે.

બુથ સશક્‍તિકરણ અભિયાનના મંડલના ઇન્‍ચાર્જ તરીકે ઉપલેટા શહેરમાં  કિશોરભાઈ શાહ ૯૮૨૫૫૭૩૮૯૯, ઉપલેટા તાલુકોમાં બાવનજીભાઈ મેતલિયા       ૯૮૭૯૭૩૪૩૪૨, ભાયાવદર શહેરમાં    નરશીભાઈ મૂંગલપરા  ૯૮૨૫૨ ૬૬૪૩૫, ધોરાજી શહેરમાં દિનેશભાઈ અમૃતિયા ૯૮૨૫૨૨૮૫૪૮, ધોરાજી તાલુકામાં સુભાષભાઈ બાંભરોલીયા ૯૮૭૯૦૬૯૩૪૮, જામકંડોરણા તાલુકામાં ઇન્‍દ્રવિજયસિંહ ચુડાસમા ૯૮૯૮૫ ૫૬૦૫૫, જેતપુર શહેરમાં હરસુખભાઈ ટોપિયા ૯૮૨૫૨૨૧૯૦૯ જેતપુર તાલુકામાં ગોવિંદભાઈ રાણપરીયા        ૯૮૨૫૨૧૮૦૭૬ની વરણી થયેલ છે.

ગોંડલ શહેરમાં રીનાબેન ભોજાણી ૯૯૭૮૭૧૧૧૨૧ ગોંડલ તાલુકામાં અલ્‍પેશભાઈ ઢોલરીયા ૯૮૨૫૦ ૭૩૨૧૭, કોટડાસાંગાણી તાલુકામાં નીતિનભાઈ ઢાંકેચા ૯૯૭૮૯ ૧૧૧૦૧, લોધિકા તાલુકામાં તળશીભાઈ તાલપરા      ૯૮૨૫૦ ૭૭૬૪૧,  રાજકોટ  તાલુકામાં        નરોત્તમભાઈ પરમાર ૯૪૨૮૨ ૨૬૯૩૩, પડધરી તાલુકામાં પ્રાગજીભાઈ કાકડિયા        ૯૪૨૬૪ ૮૧૮૩૪, જસદણ શહેરમાં જીગ્નેશભાઈ હીરપરા    ૯૭૨૩૮ ૪૪૮૯૦, જસદણ તાલુકામાં અશોકભાઈ મહેતા ૯૮૨૪૪ ૨૫૨૫૬, વિછીયા તાલુકામાં ખોડાભાઈ ખસીયા ૯૨૬૫૪ ૩૧૦૩૧ની વરણી થયેલ છે. ઉપરોક્‍ત વરણીને જીલ્લા પ્રભારી મહેન્‍દ્રસિંહ સરવૈયા, શ્રીમતી રક્ષાબેન બોળીયા, રાષ્ટ્રીય અને પ્રદેશ સ્‍તરની જવાબદારી ધરાવતા તમામ અગ્રણી, જીલ્લાના પદાધિકારી અને કારોબારી સભ્‍ય, જીલ્લા મોરચાના પદાધિકારી અને કારોબારી સભ્‍ય, સાંસદ (વર્તમાન અને પૂર્વ), ધારાસભ્‍ય (વર્તમાન અને પૂર્વ), બોર્ડ-નિગમના ચેરમેન, વા.ચેરમેન, ડિરેક્‍ટર (વર્તમાન અને પૂર્વ), જીલ્લા સ્‍તરની સહકારી સંસ્‍થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેક્‍ટરો (વર્તમાન અને પૂર્વ), જીલ્લા અને મંડલના સેલ-આયામ-પ્રકલ્‍પના સભ્‍ય, જીલ્લા તેમજ મંડલના ઇન્‍ચાર્જ અને સહ-ઇન્‍ચાર્જ, મંડલ પક્ષના અને મોરચાના પદાધિકારી, શક્‍તિકેન્‍દ્ર ઇન્‍ચાર્જ-સહ-ઇન્‍ચાર્જ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ગત ચૂંટણી લડેલા ઉમેદવાર, તાલુકાની સહકારી સંસ્‍થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેકટરો (વર્તમાન અને પૂર્વ), બુથના પ્રમુખ-મંત્રી (ગ્રામીણ અને શહેરી), મંડલના કારોબારી સભ્‍ય અને મોરચાના કારોબારી સભ્‍ય(ગ્રામીણ અને શહેરી), જીલ્લાના સક્રિય સભ્‍યએ આવકારી છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્‍ચાર્જ અરૂણભાઈ નિર્મળની યાદીમાં જણાવેલ છે.

(3:49 pm IST)