Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

સોની બજારમાં વેપારીની નજર ચુકવી ૬.૫૬ લાખના દાગીનાની ચોરી કરનાર રાજેશ પકડાયો

એ-ડીવીઝન પોલીસ મથકના કોન્‍સ. સાગરદાનભાઇ તથા જગદીશભાઇ વાંકની બાતમી : પેલેસ રોડ પરથી દબોચ્‍યો

રાજકોટ,તા. ૨૮ : શહેરના સોની બજારમાં આવેલી ગોકુલ ચેમ્‍બરમાં આવેલ પ્રમુખ આર્ટ નામની દુકાનમાં થયેલી રૂા. ૬.૫૬ લાખના દાગીનાની ચોરીનો એ-ડીવીઝન પોલીસે ભેદ ઉકેલી ભગવતીપરાના શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગાયત્રીનગર શેરી નં. ૧૦માં રહેતા યોગેશભાઇ જયચંદભાઇ રાણપરા (ઉવ.૫૦) બે દિવસ પહેલા સોની બજારમાં આવેલ ગોકુલ ચેમ્‍બરમાં આવેલી પ્રમુખ આર્ટ નામની પોતાની દુકાને હતા ત્‍યારે એક અજાણ્‍યો શખ્‍સ યોગેશભાઇની નજર ચુકવી રૂા.૬,૫૬,૦૦૦ ની કિંમતના સોનાનું જુમ્‍મર તેમજ રો-મટીરીયલ ચોરી ગયો હતો. આ બનાવ અંગે વેપારીએ ફરિયાદ  નોંધાવતા એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. કે. એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જી.એન.વાઘેલા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે કોન્‍સ. સાગરદાનભાઇ દાંતી અને જગદીશભાઇ વાંકને મળતી બાતમીના આધારે સોની બજારમાં પ્રમુખ આર્ટ દુકાનમાંથી રૂા. ૬,૫૬,૦૦૦ની કિંમતના સોનાનું જુમ્‍મર તથા રો-મટીરીયલ ચોરી કરનાર શખ્‍સ પેલેસ રોડ પર હોવાનું બાતમી મળતા ભગવતીપરા મેઇન રોડ સ્‍વામીનારાયણ  ડેરી વાળી શેરીમાં રહેતો રાજેશ ભુપતભાઇ વાસાણી (ઉ.વ.૩૦)ને  પકડી લઇ રૂા. ૬.૫૬ લાખના મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. રૂા. ૬.૫૬ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. રાજેશ અગાઉ બે વખત ચોરીના ગુનામાં પકડાઇ ચુક્‍યો છે. આ કામગીરી પી.આઇ. કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જી.એન. વાઘેલા, બી.એચ.પરમાર, એ.એસ.આઇ બી.વી.ગોહિલ, એમ.વી.લુવા, કોન્‍સ. જયરાજસિંહ કોટીલા, કેતનભાઇ બોરીચા, સાગરદાન દાંતી, જગદીશભાઇ વાંક, હરપાલસિંહ જાડેજા, હરવિજયસિંહ ગોહિલ, નીરવભાઇ ખીમાણી દ્વારા કરવામાં આવી હતી.

(4:47 pm IST)