Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રાજકોટનો દેવો ગઢવી શાપરમાં દેશી પિસ્તોલ સાથે ઝડપાયો

૧૨ વર્ષ પહેલા તેણે ખૂન કરેલ : ૭ વર્ષ પહેલા પાસામાં ગયેલ અને ૨૦ મારામારીના કેસ તેની સામે છેઃ મૂળ ચોટીલા પંથકનો છે

રાજકોટ,તા.૨૮: રાજકોટ રેન્જ પોલીસ વડા સંદીપસિંહની સુચના મુજબ રાજકોટ આર.આર.સેલ પી.એસ.આઇ વી.બી.ચૌહાણ તથા પો.કો.શિવરાજભાઇ ખાચર તથા સિધ્ધરાજસિંહ વાઘેલા તથા દિગ્વિજયસિંહ ઝાલા તથા મદનસિંહ ચૌહાણ સહિતના રાજકોટ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.કોન્સ. શીવરાજભાઇ ખાચરને મળેલ બાતમીના આધારે શાપર વેરાવળ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ ટોયેટા શોરૂમની સામેથી દેશી બનાવટની પીસ્ટલ સાથે દેવશુર ઉર્ફે દેવો લાખાભાઇ લોબા ગઢવી (ઉવ.૨૭) (રહે. રાજકોટ કોઠારીયા રોડ સુખરામ શેરી નંબર ૩) મૂળ ગામ ભોજપરા તા. ચોટીલાને ઝડપી લીધો હતો.

તેણે આશરે ૧૨ વર્ષ પહેલા જયેશ બાબુભાઇ રાજપૂતનું મડર કર્યું હતું અને ૨૦૧૩માં પાસા હેઠળ જેલમાં ધકેલાયો હતો. અને રાજકોટ સિટીમાં તેની સામે આશરે ૨૦ મારા મારીના ગુન્હાના કેસ નોંધાયા છે.

આ કામગીરી પો.હેડ.કો.સિધ્ધરાજસિંહ વાઘેલા તથા પો.કોન્સ. દિગ્વિજયસિંહ ઝાલા તથા મદનસિંહ ચૌહાણ સહિતના જોડાયા હતા.

(12:02 pm IST)