Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

હવે ઝાલાવાડમાં પણ અનુભવો કાઠીયાવાડી સ્વાદ...

રાજકોટ- અમદાવાદ- લીંબડી હાઈવે ઉપર 'ધ ગ્રાન્ડ મુરલીધર હોટલ'નો શુભારંભ

રાજકોટઃ કુવાડીયા પરિવાર દ્વારા રાજકોટ- અમદાવાદ- લીંબડી હાઈવે ખાતે 'ધ ગ્રાન્ડ મુરલીધર હોટલ'નો ભવ્યાતિભવ્ય શુભારંભ થયો છે. શ્રી વિરાયતભાઈ અરજણભાઈ કુવાડીયાના હસ્તે આ હોટલનો પ્રારંભ કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનિય છે કે રાજકોટ- જામનગર હાઈવે ઉપર ખંઢેરી નજીક 'ટીજીએમ-ધ ગ્રાન્ડ મુરલીધર' વર્ષોથી કાર્યરત છે અહિ સ્વાદરસીયાઓને મનભાવતી લજજત આઈટમો પિરસવામાં આવે છે. દરરોજ મોટી સંખ્યામાં સ્વાદપ્રેમીઓ લાભ લેતા હોય છે. ત્યારે હવે લીંબડીમાં પણ સ્વાદરસનો ખજાનો માણવા મળશે. તસ્વીરમાં હોટલના શુભારંભ પ્રસંગે સમગ્ર કુવાડીયા પરિવારના સ્નેહીજનો ઉપસ્થિત છે. વધુ માહિતી માટે મો.૮૫૧૧૧ ૩૫૬૦૫ ઉપર સંપર્ક કરી શકાય છે.

(12:02 pm IST)