Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

લાયન્સ-લીઓ દ્વારા વૃધ્ધાશ્રમમાં સેવા પ્રવૃત્તિ

લાયન્સ સીલ્વર કલબ, લીયો કલબ દ્વારા પર્યાવરણ પ્રોજેકટ અંતર્ગત તાજેતરમાં લાયન પ્રેસીડેન્ટ રેશ્માબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ લીયો પ્રેક્ષાબેન ગણાત્રાના સંયુકત ઉપક્રમે રમણિકકુંવરબા વૃધ્ધાશ્રમ ખાતે રહેતા વૃધ્ધોના હસ્તે તુલસીના ૧૦૦ રોપાનું રોપણ કરી તુલસી વન બનાવવામાં આવેલ. સાથો સાથ તમામ વૃધ્ધોને કપડા વિતરણ કરી સ્વ. હંસાબેન ધકાણની પુણ્યતીથી નિમિતે ભાવતા ભોજન કરાવવામાં આવ્યા હતા. ૧૦૦ માસ્ક, ૧૦૦ સેનેટાઇઝર અને કોરોના સામે રોગપ્રતિકારક શકિત વધારતી હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયુ હતુ. આ કાર્યક્રમમાં મનમોહનસિંહ નંદા, લીઓ પ્રેસીડેન્ટ વિવેકભાઇ તન્ના, લાયન સિન્હા, લાયન ભાવનાબેન મહેતા, એએમએ સેક્રેટરી ત્રિલોચનાકૌર નંદા, લાયન સોફીયાબેન ઠેબા, લાયન સિલ્વર પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(3:03 pm IST)