Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ દ્વારા ફેસબુક-વોટસએપ પર ઓનલાઇન આરતી - મંગળા દર્શન

રાજકોટ તા. ૨૮ : શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ રાજકોટ દ્વારા ધર્મપ્રેમીજનો માટે ફેસબુક - વોટસએપ પર ઓનલાઇન આરતી મંગળા દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂ. ગુરૂદેવના વચનો જાણે ચરિતાર્થ થઇ રહ્યા છે. પૂ. ગુરૂદેવે કહેલ કે 'નિશ્ચિત જાને કે મૈં સદૈવ તુમ્હારે સાથ હી હું, યહ મૈય અનર્ગલ નહી કહ રહા હું. ઔર મેરે ફોટો કો ફોટો સમઝને કી ગલતી મત કરનાર'. તેમના આ વચનો હાલ પૂ. શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ દ્વારા સાર્થક થઇ રહ્યા હોય તેમ લોકોને દરરોજ ઓનલાઇન દર્શનની ઝાંખી કરાવવામાં આવી રહી છે. ફેસબુક   પેઇઝ www.facebook.com/maragurudev ઉપર વિઝીટ કરવાથી લાઇવ દર્શન થાય છે. તેમજ વોટસએપ મો.૯૫૮૬૩ ૦૮૧૭૮ ઉપર નામ લખી મેસેજ કરવાથી દરરોજ ગુરૂદેવના દર્શન, આરતી તથા વિવિધ પ્રસંગો તેમજ શ્રી મંગલેશ્વર મહાદેવની આરતી, દીપમાળા સહીતની પ્રવૃત્તિના દર્શન કરાવવામાં આવશે. હાલ સવારે ૭ થી ૧૦.૩૦ અને સાંજે ૪ થી ૬.૩૦ સુધી સોશ્યલ ડીસ્ટન્સ સહીતના નિયમોને અનુસરી દર્શન ખુલ્લા મુકવામાં આવે છે. પરંતુ વર્તમાન સંજોગો ધ્યાને લઇ સર્વે ધર્મપ્રેમીજનો, ગુરૂ ભાઇ બહેનોએ ઓનલાઇન દર્શનનો લાભ લેવા સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઇ વસાણીએ અનુરોધ કરેલ છે.

(3:05 pm IST)