Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

પૂ. ગુરૂમાં ચન્દ્રશેખર વિજયજી મ.સાની કાલે નવમી પૂણ્ય તિથિ : દેશભરમાં સામુહિક આયંબિલ

વિશ્વ કોરોના મુકત બને અને વિશ્વ શાંતિ સ્થપાય તે સંકલ્પથી

રાજકોટ,તા.૨૮ : યુગપ્રધાન આચાર્યસમ પન્યાસ પ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મ.સા ની ૯મી પુણ્યતિથિ આવતીકાલે તા. ૨૯ના બુધવારે હોય તેમની પ્રેરણાાથી ચાલતી સંસ્થા તપોવન પરિવાર, અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ તથા વર્ધમાન સંસ્કારધામ દ્વારા ભારતભરમાં સકલ જૈન સંઘમાં ''ઘર ઘર આયંબિલ - હર ઘર આયંબિલ'' રાખવામાં આવ્યા છે.

આયંબિલ તાપ અમંગળમાંથી મંગલ, અશાંતિમાંથી શાંતિ અને અસમાધિમાંથી સમાધિ લાવે છે. વિશ્વ આ કોરોના મહામારીમાંથી મુકત બને એવા સંકલ્પ સાથે હજારોની સંખ્યામાં જૈનો દ્વારા આયંબિલ કરવામાં આવશે.

 આ ઉપરાંત સંસ્કૃતિ ભવન દ્વારા ૪૦૦ સાધર્મિક પરિવારોની વિશેષ ભકિત કરવામાં આવશે, અનેક જિનાલયોમાં આગી કરવામાં આવશે, જીવદયા અને અનુકંપાના અનેક કાર્યો કરવામાં આવશે, તા.૨૯ રાતે ૮:૩૦ કલાકે ગુરૂમાંના જીવન ચરિત્ર ઉપરનો અદભુત કાર્યક્રમ ''નમામિ ચન્દ્રશેખરમ'' યુ-ટ્યુબ ચેનલ 'યુગ પ્રધાન' ઉપર લાઇવ રાખેલ હોવાનું અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળના રમેશભાઇ ચાવલાની યાદી જણાવે છે.

(3:07 pm IST)