Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કાલાવડ રોડ પર ઘટાટોપ વૃક્ષો કાપી નાખતા ગાર્ડન ડાયરેકટરને ફરિયાદ

રાજકોટઃ શહેરનાં કાલાવડ રોડ વિસ્તારમાં ક્રિસ્ટલ-મોલ પાસે લાઇન બંધ ઉછરેલા ઘટાટોપ વૃક્ષોની ડાળીઓ કાપી નાંખવામાં આવતાં આ બાબતે ૪૦ થી પ૦ વૃક્ષ પ્રેમીઓ દ્વારા ગાર્ડન ડાયરેકટર ત્થા વન વિભાગનાં ડી.એફ.ઓ.ને ફોટા સહિત પુરાવા રજુ કરી અને આ વૃક્ષોનું છેદન કરનારા સામે નિયમ મુજબ પગલા લેવા માંગ ઉઠાવી છે. તસ્વીરમાં કાપી નંખાયેલ વૃક્ષ નજરે પડે છે.

(3:14 pm IST)