Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રાખડીના સ્ટોર, કાપડની દુકાન, પ્રોવીઝન સ્ટોર અને અમુલ પાર્લર બહાર સોશિયલ ડિસ્ટન્સનો ભંગઃ ૪૭ દંડાયા

કોરોનાના કેસ વધે છે, મૃત્યુઆંક વધે છે... છતાં અમુક બેફિકર

રાજકોટ તા. ર૮ :.. કોરોના મહામારીના લીધે સંક્રમણના કારણે વધી રહેલા કેસોથી શહેરમાં ચિંતા વધી રહી છે. તેમ છતાં હજુ પણ કેટલાક લોકો જાગૃત થવા તૈયાર નથી જેથી પોલીસ પણ રાત્રે કર્ફયુની કડક અમલવારી કરાવી રહી છે. જેમાં અલગ - અલગ વિસ્તારમાં દુકાન, રાખડીનો સ્ટોર, પ્રોવીઝન સ્ટોર, કપડાની દુકાન અને અમુલ પાર્લર બહાર ગ્રાહકો વચ્ચે સ્પેશીયલ ડીસ્ટન્સ નજાળવનારા વેપારીઓ સહિત ૪૭ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

એ. ડીવીઝન પોલીસે મહિલા કોલેજ ચોક પાસે રાત્રે ટહેલતા સમીર અબ્દુલભાઇ સોઢા, ત્રિકોણ બાગ પાસેથી વિજેન પ્રફુલભાઇ ધધડા, પ્રીયેશ પ્રવિણચંદ્રભાઇ આખેહાણીયા, ઢેબર રોડ નવા એસ. ટી. બસ સ્ટેન્ડ પાસેથી માસ્ક પહેર્યા વગર નિકળેલા અશ્વિન ભોગીભાઇ દેસાઇ, તથા બી. ડીવીઝન પોલીસે બેડી ચોકડી પાસેથી રખડતો ભટકતો જીજ્ઞેશ ઉર્ફે દીલીપ લાખાભાઇ ગોહેલ, તથા થોરાળા પોલીસે ચુનારાવાડ શેરી નં. પ માં જે. પી. બ્રધર્સ નામની દુકાન ખુલ્લી રાખી ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર રાજેશ પરસોતમભાઇ મંડલીક, તથા ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ પરથી રીક્ષામાં ચાર પેસેન્જર બેસાડી નીકળેલા અમીત સુરેશભાઇ રાઠોડ, રીક્ષા ચાલક વિરમદેવસિંહ બળવંતસિંહ જાડેજા, જંગલેશ્વર મેઇન રોડ પરથી ગુલમામદ ઇસ્માઇલભાઇ સોરા, જંગલેશ્વર મેઇન રોડ પરથી પ્રદીપ મગનભાઇ પીઠડીયા, દીપક જેસીંગભાઇ ભટ્ટી, રામદેવસિંહ દાનુભા રણા, ઇમરાન સલીમભઇ બેલીમ, વિરલ જસવંતભાઇ વ્યાસ, તથા કુવાડવા રોડ પોલીસે સાત હનુમાન ચેક પોસ્ટ પાસેથી ધરમશી સંગાભાઇ મેસરીયા, દેવજી જીવાભાઇ ચાવડા, તથા આજી ડેમ પોલીસે સરધાર ગામ બસ સ્ટેન્ડ પાસે, મધુરમ પાંઉભાજી નામની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર ઉમેશ અમરશીભાાઇ કુશ્વાહા, ભાવનગર રોડ, મહિકા ગામ પાસે રીક્ષામાં પાંચ મુસાફરોને બેસાડી નીકળેલા મનસુખ ભાદાભાઇ ગોવાણી, મેહુલ ધનજીભાઇ જોગરજીયા, વલ્લભ મીઠાભાઇ પરમાર, અરવિંદ લધરાભાઇ સોલંકી, મનસુખ ગોબરભાઇ યુલેટીયા, ભાવેશ રમેશભાઇ સોમાણી, પરસોતમ નારણભાઇ ભરાડીયા, તથા માલવીયાનગર પોલીસે ૮૦ ફુટ રોડ પપૈયાવાડી પાસે મુરલીધર ડીલકસ પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર રાજૂ હમીરભઇ સોલંકી, બજરંગ પાન, નામની દુકાન ધરાવતા ચીરાગ કાંતીભાઇ પરમાર, પુનીતનગર પાણીનાં ટાંકા પાસેથી જયેશ મોહનભાઇ માલાણી, કાલાવડ રોડ કે. કે. વી. ચોક પાસેથી ચંદુ મનુભાઇ પરસાણા, મનીષ તળશીભાઇ સગપરીયા, તથા પ્ર.નગર પોલીસે જંકશન મેઇન રોડ પર જલારામ રેડીમેઇડ નામની દુકાનમાં માસ્ક પહેર્યાવગર વેપાર કરતા પ્રફુલ સવજીભાઇ સોમૈયા, રેલ્વે સ્ટેશન રોડ પર રીક્ષામાં સાત મુસાફરોને બેસાડી નીકળેલા શાહરૂખ મુનીરભાઇ  કુરેશી, રીક્ષા ચાલક ભાવેશ રસીકભાઇ રાઠોડ યાજ્ઞિક રોડ, હિરા પન્ના કોમ્પ્લેક્ષ સામે 'મા દુર્ગા આઇસક્રીમ એન્ડ કોલ્ડ્રીંકસ' નામની દુકાનમાં માસ્ક પહેર્યા વગર વેપાર કરી ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર શ્યામ ભોજરાજભાઇ ચંદનાણી, જામટાવર ચોક પાસેથી ઓધડ હમીરભાઇ ડાભી, શારદાબાગ ચોક પાસેથી જીતેન્દ્ર લક્ષ્મણભાઇ રાઠોડ, સીંધી કોલોનીમાંથી શીવમ ઓમજીભાઇ સોઢા, ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ એસ. કે. ચોક પાસેથી બાઇક પર ત્રિપલ સવારી નીકળેલા મહંમદ સાહીલ ઇબ્રાહીમભાઇ ઉર્ફે ભુરાબાપુ શાહમદાર, તથા તાલુકા પોલીસે રાધેશ્યામ સોસાયટીમાં પટેલ પ્રોવીજન સ્ટોર બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર ર વેપારી બીપીન ગોવીંદભાઇ વઘાસીયા, ૮૦ ફુટ રોડ પર મટૂકી હોટલ પાસે ખોડલ ચોક પાસે રક્ષીત નીતિનભાઇ હરસોડા, નીખીલ કિશોરભાઇ પ્રાગડા, રાજ હરસુખભાઇ તાળા, ધર્મીન યોગેશભાઇ તાળા, કટારીયા ચોકડી પાસેથી અજય મોહનભાઇ ફતેપરા, તથા યુનિવર્સિટી પોલીસે મુંજકા ગામ પાસે ક્રિષ્ના  અમુલ પાર્લર નામની દુકાન રાત્રે ખુલ્લી રાખનાર અમીત પ્રભાતભાઇ જાદવ, સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ ચોકમાં મહેતા રાખડી સ્ટોર નામનો સ્ટોલ રાત્રે ખુલ્લો રાખી ગ્રાહકો એકઠા કરનાર પરેશ શંકરભાઇ મહેતા, રૈયાધાર શાંતી નિકેતનના ગેઇટ પાસે આવેલ કમલા કોમ્પ્લેક્ષમાં આર. કે. પ્રોવીઝન સ્ટોર્સ નામની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટનસ ન જાળવનાર કિશોર કલ્યાણજીભાઇ લાધાણી, સાધુ વાસવાણી રોડ, નક્ષત્ર ચોકમાંથી અમનગુરમ સુખબહાદુર ખુરમને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:15 pm IST)