Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સિવિલના કોવિડ સેન્ટરમાંથી બે આરોપી ભાગી જતાં સિકયુરીટી ટાઇટ બનાવાઇઃ ડિસ્ચાર્જ કાર્ડ વગર બહાર નહિ નીકળવા દે

એન્ટ્રી અને એકઝીટ ગેઇટ પર પોલીસ બંદોબસ્ત મુકાશેઃ એસીપી-પીઆઇ સહિતે કોવિડ સેન્ટરમાં બેઠક યોજી

રાજકોટઃ સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ સેન્ટરમાં કોરોના રિપોર્ટ માટે દાખલ કરાયેલા ચોરીના બે આરોપી પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ ભાગી જતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કોવિડ સેન્ટરમાં સિકયુરીટી ટાઇટ બનાવવા આદેશો આપતાં આજે મોડી બપોરે એસીપી બારીયા તથા પીઆઇ એલ. એલ. ચાવડા અને અન્ય સ્ટાફે કોવિડ સેન્ટરના કન્ટ્રોલ રૃમમાં આરએમઓ એમ. સી. ચાવડા સાથે ખાસ બેઠક યોજી હતીઃ સિવિલના આ બિલ્ડીંગની સિકયુરીટી વધુ ટાઇટ બનાવવા સુચના અપાઇ હતીઃ તેમજ ડિસ્ચાર્જ કાર્ડ વગર કોઇને બહાર નીકળવા દેવામાં ન આવે તે અંગે નવા નિયમો બનાવાયા હતાં : એન્ટ્રી અને એકઝીટ ગેઇટ પર પોલીસ બંદોબસ્ત મુકવાનો નિર્ણય પણ લેવાયો હતોઃ સિવિલના સિકયુરીટી ઇન્ચાર્જ પણ બેઠકમાં હાજર રહ્યા હતાં

(3:36 pm IST)