Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

બેંક- શાળા-કોમ્પલેક્ષ-કોમ્યુનીટી હોલ-પેટ્રોલ પંપ - શો રૂમ સહિતના ૨૧૯ સ્થળોએ મચ્છર ઉછેર કેન્દ્રોઃ ૩૦ હજારનો દંડ

મ્યુ.કોર્પોરેશનનાં મેલેરીયા વિભાગ દ્વારા મચ્છર જન્ય રોગચાળો અટકાવવા વિવિધ વિસ્તારમાં ૨૨૫ જગ્યાએ ચેકીંગ : બેદરકારી બદલ દંડ અને નોટીસ ફટકારાઇ

રાજકોટ, તા. ૨૮: મ્યુ. કોર્પોરેશનની મેલેરીયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા  શહેરના જુદાજુદા વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ  બાંધકામ સાઇટ , પેટ્રોલ પંપ, ભંગારના ડેલા, બેંક, કોમ્પલેક્ષ તથા શાળા સહિતનાં ૨૨૫ સ્થળોનું ચેકીંગ કરવામાં આવ્યુ હતું. આ ચેકીંગ દરમિયાન ૨૧૯ સ્થળોએ મચ્છરનાં પોરા મળી આવતા નોટીસ તથા રૂ.૩૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ અંગે મ્યુ. કોર્પોરેશન સત્ત્।ાવાર યાદીમાં જણાવ્યા મુજબ  શહેર ડેન્ગ્યુ રોગ માટે સંવેદનશીલ છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. હાલ ડેન્ગ્ય વિરોધી માસ અને ચોમાસા ઋતુને અનુલક્ષીને શહેરના તમામ વોર્ડમાં બાંધકામ સાઇટ તપાસવામાં આવેલ. બાંધકામ સાઇટમાં લિફટના ખાડા, સેલરમાં અન્ય બાંધકામ થયેલ વરસાદી પાણી જમા હોય છે. અને આવા ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છરની ઉત્પત્ત્િ। જોવા મળે છે. હાલ બાંઘકામ સાઇટના મજુરો આવી સાઇટ ૫ર રહેતા હોવાથી જો એડીસ મચ્છરની ઉત્પત્ત્િ। હોય, તો તેઓને ડેન્ગ્યુ રોગ થવાનો જોખમ રહે છે. આથી ૧૮ વોર્ડમાં ઝુંબેશના ભાગરૂપે  શહેરનાં વિવિધ વિસ્તારમાં આવેલ  બાંધકામ સાઇટ પેટ્રોલ પંપ, ભંગારના ડેલા, બેંક, કોમ્પલેક્ષ તથા શાળા  સહીતનાં ૨૨૫ સ્થળોએ ચેકીંગ કરવામાાં આવ્યુ હતુ.

આ ચેકીંગ દરમિયાનએસ.બી.આઇ  મેઇન બ્રાન્ચ, કસ્તુરબા રોડ , પતજંલી સ્કુલ – દેવ૫રા, પી. એન. બી. ઓરીએન્ટલ સ્કુલ – પટેલ ચોક , ઘ બોમ્બે પેટ્રોલપં૫ – ગોંડલ રોડ, સેલ પેટ્રોલ પં૫ – ગોંડલ રોડ , અયોદ્યા એવન્યુ એપાર્ટમેન્ટ – મનહરપ્લોટ, મનહરપ્લોટ – ૫ ૫રની બાંઘકામ સાઇટ, પ્રિમીયમ કાર કેર, કણસાગરા કોલેજ, કોટેચા ચોક, એટલાન્ટીકા એપાર્ટમેન્ટ – ૧૫૦ ફુટ રીંગ રોડ, જલારામ પં૫ – કાલાવડ રોડ, રાઘિકા શોરૂમ – કાલાવડા રોડ , બાલાજી સર્વિસ સેન્ટર – ૮૦ ફુટ રોડ, નાગરિક સહકારી બેંક – ૮૦ ફુટ રોડ, ઇમીટેશન વાળા – મોરબી રોડ , અંબા સ્કે૫ – માયાર્ડ સર્વિસ રોડ , ભુમિરક્ષક ઇલેકટ્રીક – ન્યુ શકિત સોસા., રામેશ્વર ઇમીટેશન – ન્યુ શકિત સોસા., બાલકુષ્ણ કાસ્ટિંગ – ન્યુ શકિત સોસા., બ્રહમાણી કાસ્ટિંગ – ન્યુ શકિત સોસા. , ભાવનગર રોડ ૫ર ના ર ભંગારના ડેલા, કિશાન ગૈાશાળા – આજીડેમ ચોકડી પાસે, સરવૈયા ટુલ્સ – ખોડીયાર૫રા આજીવસાહત, ૫ટેલ સ્ટીલ – ખોડીયાર૫રા, સદગુરૂ ઇન્ડસ્ટ્રીઝ – ખોડીયાર૫રા, ટિલાવરા એન્ટરપ્રાઇઝ – ખોડીયાર૫રા, કેશવ ઇન્ડસ્ટ્રીઝ – ૫રસાણાનગર,         દ્યર્મેશ ઇન્ડસ્ટ્રીઝ – ૫રસાણાનગર,       ઓમ ઇન્સ્ટ્રીઝ – ૫રસાણાનગર, ભારત ટુલ્સ – ૫રસાણાનગર, બહુચર ટાઇલ્સ – કોઠારીયા ચોકડી રીંગ રોડ, નવરંગ એન્ટરપ્રાઇઝ – કોઠારીયા ચોકડી રીંગ રોડ, મીત એન્ટરપ્રાઇઝ – કોઠારીયા ચોકડી રીંગ રોડ, અક્ષરદ્યામ એન્ટરપ્રાઇઝ – કોઠારીયા ચોકડી રીંગ રોડ , બાપાસિતારામ ટ્રેડર્સ – કોઠારીયા ચોકડી રીંગ રોડ, ઇમ્પીરીયલ હાઇટસ – ૧૫૦ ફુટ રીંગ રોડ , રામદેવ એન્ટરપ્રાઇઝ – મોરબી રોડ , બાલાજી ઇમીટેશન – મોરબી રોડ , સિમેન્ટ પ્રોડકટર્સ – કોઠારીયા મેઇન રોડ, બાલાજી ડેવલો૫ર્સ – હા૫લીયા પાર્ક, મેકસીસ ટાયર્સ – મણીનગર, શિતલ આઇસ્ક્રીમ – શિવનગર, સાગર મંડ૫ સર્વીસ – શિવનગર મે. રોડ

ઋ   હરિકૃષ્ણ કોમ્પ્લેક્ષ – કોઠારીયા મે. રોડ , નંદા હોલ – હરિદ્યવા મે. રોડ, મિલન હોલ – ૮૦ ફુટ મે. રોડ , રામાનંદ ભવન – બાબરીયા મે. રોડ,     મોમાઇ હોલ – સુભાષનગર મે. રોડ, અમીદ્યારા કોમ્પ્લેક્ષ – કરણ૫રા, કલ્૫તરૂ કોમ્પ્લેક્ષ – કરણ૫રા મે. રોડ , માતૃકૃપા કોમ્પ્લેક્ષ – કનક રોડ, શ્યામપ્રભુ કોમ્પલેક્ષ – કનક રોડ, ભોમા આર્કેડ – લોહાણા૫રા, શિવ કોમ્પ્લેક્ષ – લોહાણા૫રા, અંકુર સેલ્સ – લોહાણા૫રા, મનમોહન આર્કેડ – લોહાણા૫રા,     એસ. જે. પેલેસ – ગોપાલનગર – ર, નટરાજ પેટ્રોલીયમ – સોરઠીયાવાડી સર્કસ,      હોન્ડાઇ શો રૂમ – ગોંડલ રોડ, અતુલ મોટર શો રૂમ – ગોંડલ રોડ, પંજાબ નેશનલ બેંક – ગોંડલ રોડ, નાથ એડીફાઇસૃ – યાજ્ઞિક રોડ , નાથ કોમ્પ્લેક્ષ – યાજ્ઞિક રોડ , સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષ – ૫રાબજાર મે. રોડ, નવલખી ચેમ્બર – રૈયાનાકા ટાવર, અનીલ ચેમ્બર્સ – રૈયાનાકા ટાવર, ઓર્નામેન્ટ આર્કેડ – દરબારગઢ રોડ, દિનુમામા આર્કેડ – દરબારગઢ રોડ , પી.એન. ઓનર પ્રાઇમ – દરબારગઢ રોડ, સી.એમ. ટ્રેડીંગ – ભગવતી૫રા મે. રોડ, નવદુર્ગા મંડ૫ – ભગવતી૫રા મે. રોડ, મા રેસ્ટોરેન્ટ હોટલ – ગ્રીનલેન્ડ ચોકડી પાસે, શિવશકિત ગેરેજ – ગ્રીનલેન્ડ ચોકડી, શિવશકિત ચેમ્બર – ગ્રીનલેનડ ચોકડી, સહજાનંદ સિમેન્ટ પ્રોડકસ – ભારતનગર પાસે, ગીરીરાજ ઇન્ડ. – ખોડીયાર૫રા – ૪ , સીતારામ હાર્ડવેર – સોલ્વન્ટ મે. રોડ , પટેલ સિમેળ્ન્ટ – સોલવન્ટ મે. રોડ, ક્રિષ્ના ટ્રેડર્સ – સોલ્વન્ટ મે. રોડ, પ્રમુખ એપાર્ટમેન્ટ – મીલ૫રા – ૫, વી.વી. કોમર્શીયલ કોમ્પ્લેક્ષ – ઢેબર રોડ, રોયલ કોમ્પ્લેક્ષ – ઢેબર રોડ, હેમજીત એપાર્ટમેન્ટ – મીલ૫રા મે. રોડ, ૫નોરમા એપાર્ટમેન્ટ – મીલ૫રા મે. રોડ, રાજ એન્ટરપ્રાઇઝ – નાનામવા રોડ સહિતનાં ૮૩ સ્થળઓે મચ્છરોનાં ૨૧૯પોરા  જોવા મળતાનોટીસ અને રૂ.૩૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મચ્છરજન્ય રોગચાળા અટકાયતી માટે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની સુચના અન્વયે આરોગ્ય અધિકારી ડો. રિંકલ વિરડીયા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા સઘન ઝુંબેશ રૂપે બાંધકામ સાઇટો ૫ર મચ્છર ઉત્પતિ સ્થાનોના નાશ અંગેની કામગીરી કરવામાં આવેલ.

(4:10 pm IST)