Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કોરોના મહામારીમાં વકીલોને તાત્કાલીક સારવાર મળે તે માટે ફંડ રીલીઝ કરવા પિયુષ સખીયાની માંગણી

રાજકોટ તા. ર૮: કોરોના મહામારીમાં આર્થિક સંકડામણ ભોગવતા વકીલોને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે ફંડ રિલીઝ કરવા આરબીઆઇ ના કારોબારી સભ્ય પિયુષ સખિયા દ્વારા બીસીજીમાં રજુઆત કરવામાં આવી છે.

આરબીઆઇ ના કારોબારી સભ્ય પિયુષ સખિયા દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાં ચેરમેન શ્રી, ને મેઇલ મોકલી રજુઆત કરવામાં આવેલ છે કે વર્તમાન સમયમાં કોરોના જેવી મહામારીનાં સમયે આંશિક રીતે હળવા થયેલ લોકડાઉનમાં જેઓના ધંધા-રોજગાર શરૂ થયેલ છે તેવા લોકો પણ આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે ત્યારે છેલ્લા ચારેક મહિના કરતાં વધુ સમય થવા છતા઼ રાજયની અદાલતોની કાર્યવાહી સંપૂર્ણ રીતે શરૂ થયેલ નથી જેના કારણે વકીલશ્રીઓની આવક ઉપર ગંભીર અસર પડેલ છે અને પ્રવર્તમાન પરિસ્થિતિ જોતા ભવિષ્યમાં પણ વકીલશ્રીઓની આવક પર માંઠી અસર વર્તાય તેમ છે. આ સંજોગોમાં વકીલશ્રીઓના પરિવાર માટે જીવન નિર્વાહ કરવો ખુબજ મુશકેલ બની ગયેલ છે. તેમજ હાલના સમયમાં રોજના ૧,૦૦૦ આસપાસ કોરોના પોઝીટીવ કેસો આવે છે ત્યારે ભગવાનને પ્રાર્થના છે કે આપણા પરિવારના સભ્યોનું રક્ષણ કરે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા કોવિડ ઇન્ફેકશનની ગંભીર પરિસ્થિતિને ધયાનમાં રાખીને અગમચેતીના ભાગ રૂપે આપણા પરિવારના સભ્યોમાંથી કોઇ સભ્ય કોરોના સંક્રમીત થાય અને આર્થિક સંકડામણને કારણે યોગ્ય સારવાર ન મેળવી શકે તો તેવા સંજોગો ન ઉદ્દભવે અને આપણાં પરિવારના સભ્યોને આ કોરોના મહામારીમાં ગુજરાતના તમામ વકીલશ્રીઓની માતૃસંસથા તરફથી નાણાંકીય સહાય મળી રહે અને આપણા પરિવારના વકીલશ્રીઓને તાત્કાલિક યોગ્ય સારવાર મળી રહે તે માટે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત જેવા વધુ સભ્યો ધરાવતા બાર એસોસિએશનમાં તાત્કાલીક રકમ રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા અન્ય ઓછા સભ્યો ધરાવતા બાર એસોસિએશનમાં રૂ. પ,૦૦,૦૦૦/- પુરાનું ફંડ વિવિધ બાર એસોસિએશનને ફાળવવા વિનંતી જેથી જે તે બાર એસોસિએશન ઉપરોકત ફંડનો ઉપયોગ માંદગીસહાય પેટે ચુકવી જે તે બાર એસોસિએશનના સભ્યોની તાત્કાલીક આર્થિક મદદ કરી શકે છે.

વધુમાં જોઇએ તો વકીલો પોતે જ પોતાના કુટુંબની મુખ્ય કમાનાર વ્યકિત હોય છે ત્યારે હાલમાં સોશ્યલ મીડિયા દ્વારા જે માહિતી પ્રાપ્ત થયેલ છે તે મુજબ રાજકોટ તથા જુનાગઢમાં તેમજ અન્ય કેટલીક જગ્ગાઓએ પણ આપણા પરિવારના સભ્યને કોરોના પોઝીટીવ આવેલ છે તેઓને સાજા થયા બાદ ચુકવવામાં આવનાર સહાય હાલની આર્થિક સ઼કડામણની પરિસ્થિતિમાં અગાઉ ચુકવી મદદરૂપ થઇ કાય તે માટે તાત્કાલીક જે તે બાર એસોસિએશનને ઝડપથી ફંડ મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી જેથી તેઓને તાત્કાલીક સહાય પહોંચાડી કાય તેમજ મહેસાણા, જુનાગઢ, સાવલી તથા લુણાવાડામાં આપણા પરિવારને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત્ દ્વારા વેલ્ફેર ફંડમાંથી કરવામાં આવતી સહાય તેમજ અન્ય રકમ ચુકવવાની થતી હોય તે તાત્કાલીક ચુકવી માતૃસંસ્થા તરીકેની ફરજ નિભાવવા વિનંતી જેથી હાલની આર્થિક સંકડામણ પરિસ્થિતિમાં તેમના કુટુંબના સભ્યોને રાહત મળે.

(4:14 pm IST)