Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ધ્રોલ નજીક આહિર કન્યા છાત્રાલય પાસે ગોઝારો અકસ્માત :૧ બાળક સહિત બેના મોત :મહિલાને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા :દોઢ થી બે વર્ષની ફૂલ જેવી દીકરીનો આબાદ બચાવ

રાજકોટ, તા. ૨૭ :આજે ભાઈબીજના પવિત્ર દિવસે ગોઝારો અકસ્માત થતા ઍક આખો પરિવાર છિન્ન ભીન્ન થઈ ગયો છે. આ અકસ્માતમાં ઍક બાળક સહિત બેના મોત નિપજ્યા છે. જયારે ઍક મહિલાને ગંભીર ઈજા થતા તેની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં દોઢ થી બે વર્ષની ઉંમરની નાનકડી ફૂલ જેવી દીકરીનો આબાદ બચાવ થયો છે.

આ અંગેની મળતી માહિતી મુજબ આજે બપોરે ધ્રોલ - જામનગર - રાજકોટ હાઈવે ઉપર આવેલ આહિર કન્યા છાત્રાલય પાસે ઍક અલ્ટો ગાડીના ચાલકે સ્ટીયરીંગ ગુમાવતા ગોઝારો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ઍક ૮ થી ૧૦ વર્ષના બાળક સહિત બીજલભાઈ જેઠવા નામના વ્યકિતનું ઘટનાસ્થળે જ મોત થયુ છે, જયારે આ કારમાં સવાર મહિલાને ખૂબ જ ગંભીર ઈજા પહોîચી છે. તેમને તાત્કાલીક જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

આ અકસ્માત ઍટલો ભયાનક હતો કે આસપાસથી નીકળી રહેલા વાહન ચાલકો અને નજરે જાનારાઅોની રાડ ફાટી નીકળી હતી તો આ અકસ્માતમાં ઍક નાનકડી દોઢ થી બે વર્ષની દીકરીનો ચમત્કારીક રીતે બચાવ થયો છે. આ દીકરીને નાનકડી ઍક ખરોચ આવી નથી.

પ્રાથમિક મળતી વિગતો મુજબ આ પરીવાર અમદાવાદનો હોવાનુ અને જામનગર જઈ રહ્ના હોવાનું જાણવા મળે છે. આ બનાવ બાદ પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોîચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી અને મૃતકના પરીવારજનોને પણ જાણ કરી દીધી હતી. પોલીસની મહિલા ટીમ દ્વારા આ દીકરીની સાર સંભાળ રાખવામાં આવી રહી છે.

(3:19 pm IST)