Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

કોઠારીયામાં ચોથા માળેથી પડી જતાં મજૂર મુકેશભાઇ કારેલનું મોત

રાજકોટ : કોઠારીયા ગામમાં નવી બનેલી શ્યામ હાઇટ્સ નામની બિલ્ડીંગની સાઇટ પર મજૂરી કરતો યુવાન મુકેશભાઇ સાધુરામ કારેલ (ઉ.વ.૪૨) સાઇટ પર હતો ત્યારે અકસ્માતે ચોથા માળેથી પડી જતાગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના વી. બી. રાજપૂત અને તોફિકભાઇ જુણાચે જાણ કરતાં આજીડેમના હેડકોન્સ. ઍચ. ઍમ. ધરજીયાઍ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:06 pm IST)