Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

રાજકોટ વિધાનસભા ચૂંટણીની સેન્‍સ પ્રક્રિયા દરમિયાન દાવેદારોના લીસ્‍ટમાંથી વિજયભાઇ રૂપાણીનું નામ ગાયબ થતા દેકારો

કોટડાસાંગાણીના વિનુભાઇ ઠુંમરે અંદર જવા દેવા મામલે બોલાચાલી કરી

રાજકોટઃ રાજકોટ ભાજપના સેન્સને લઈ મોટા સમાચાર સામે અવ્યા છે. જેમાં પશ્ચિમ બેઠક પર પૂર્વ નેતાનું નામ દાવેદારી લિસ્ટમાં નથી. તેમાં પૂર્વ CM વિજય રૂપાણીનું નામ દાવેદારોના લિસ્ટમાંથી ગાયબ રહ્યું છે. વિજય રૂપાણી પશ્ચિમ બેઠકમાં ભાજપના વર્તમાન MLA છે. તેથી પશ્ચિમ બેઠક માટે વિજય રૂપાણીના સમર્થકો પહેલું નામ વિજય રૂપાણીનું મુકશે.

 

ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી બાદ બીજું નામ નીતિનભાઈ ભારદ્વાજનું મુકવામાં આવશે. જેમાં વિજય રૂપાણી વ્યક્તિગત દાવેદારી ન નોંધાવે તેવી શકયતા છે. પણ રૂપાણીના સમર્થકો વિજય રૂપાણીનું નામ રજૂ કરશે. પૂર્વ સીએમ પહેલા જ કહી ચુક્યા છે કે પાર્ટી આદેશ આપશે તો તેઓ ચૂંટણી લડશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે.

 

આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. બીજા દિવસે રાજકોટ ગ્રામ્યના ભાજપના અગ્રણીએ હોબાળો કર્યો હતો. કોટડા સાંગાણીના વિનુભાઈ ઠુમ્મરે કહ્યું મને ઉપર જવા દેતા નથી. હું સિનિયર અગ્રણી છું. સેન્સ પ્રક્રિયા દરમિયાન આવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે. જિલ્લા ભાજપ મહામંત્રી વિનુ ઠુમ્મરે બોલાચાલી કરી હતી. શહેર તેમજ ગ્રામ્યના આગેવાનો સાથે બોલાચાલી કરી અપેક્ષિત ન હોવા છતાં સેન્સ પ્રક્રિયામાં જવા માંગતા હતા.

(2:46 pm IST)