Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

સૌરાષ્ટ્ર મીના સમાજનુ સ્નેહ મિલન મળ્યું

ગઈકાલે ૨૬-૧૨-૨૦૨૧ના રોજ અક્ષર પાર્ટીપ્લોટ અયોધ્યા ચોક, રાજકોટ ખાતે યોજાયો હતો ! પધારેલા તમામ મહેમાનોનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યુ હતું ! સમાજના આરાધ્ય ભગવાન શ્રીના દીપ પ્રાગટય મીનભગવાન પ્રગટાવવામાં આવ્યા હતા. સપુન દોડ, મ્યુઝીકલ ચેર, વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃતિઓ રજૂ કરીને સમારોહની શરૂઆત કરી હતી. આફ્રિકન આદિવાસી સમૂહ નૃત્ય, આકર્ષણનું કેન્દ્ર હતું ! મહિલાઓ, પુરૂષો અને બાળકોએ મીના ગીતો પર નૃત્ય કર્યુ હતું. શ્રી જીતેન્દ્ર સેવા, શેરસિંહ ફુલવારા, વિજય સીબીઆઈ, ડી.કે. ડોનએ નાટક દ્વારા જાગૃતિનો સંદેશો આપ્યો હતો. સમારંભની અધ્યક્ષતા શ્રી બી.આલે., મીના કમિશનર ઓફ ઈન્કમટેકસ, રાજકોટ એ કર્યુ હતું. શ્રી બલરામ મીણા એસ.પી. રાજકોટ અને શ્રી પ્રવીણકુમાર મીણા ડીસીપી કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા અને સમાજને સંબોધન કર્યુ હતું. શ્રી નાથાલાલ મીના ડીએસઓ, શ્રી રામ મીના ડીએસસી, શ્રી અભિનવ જી. જેફ ડીસીએમ, શ્રી રમેશચંદ્ર મીના ડીઓએમ પરિવાર સાથે ખાસ મહેમાનો હતા ! ભામાશાહ શ્રી ભરતસિંહ મીણા બિલ્ડર, સાગર મીના, રામબલી મીના કોટ્ટર, શ્રી બલરામ મીના ડાયરેકટર જેસી બેંક, નમોનારાયણ મીણા એસટી-એસસી ડિવીન્સિયલ પ્રેસિડેન્ટ, શ્રી રણજીતમલ મીના જેઓ નિવૃત થયા છે અને તમામ લોકો જેમણે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમને સન્માનવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન હરગોવિંદ પીએ ટુ ડીઆરએમ અને અશોક મીના ઓસ દ્વારા કરવામાં આવ્યુ હતું. રાજકોટ મીના સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજન કોર કમિટીના અધ્યક્ષ, શ્રી નંદલાલ મીના એડીએમએમ, હરજ્ઞાન, પ્યારેલાલ કોડાઈ, પ્રહલાદ, રાજેશ કેજરીવાલ, નરેન્દ્ર કોટા, રામહરિ માંડવત, કેશવ વિનોદ, હરિમોહન એસએસ, સુરજ્ઞાન મીના ભૂતપૂર્વ જેસી બેંકના ડીરેકટર આદિ અને તેમની આખી મજબૂત ટીમે આ કાર્યક્રમનું સરાહનીય આયોજન કર્યુ હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર મીના સમાજના તમામ કર્મચારીઓ અને તમામ સ્વરોજગારો પોતપોતાના પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા. એક સ્વાદિષ્ટ રાત્રીભોજન સાથે ઈવેન્ટનું સમાપન થયું ! ઉપરોકત માહિતી સમાજના આગેવાન, સામાજિક કાર્યકર, બિઝનેસમેન ને રાજકોટ મીના સમાજના મીડિયા ઈન્ચાર્જ શ્રી ભગરથ બિંજરીએ આપી હતી.

(3:08 pm IST)