Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

પત્નિને ભરણપોષણની રકમ નહિ ચુકવતાં પતિને ૨૧૦ દિવસની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ, તા.૨૮: રાજકોટમાં રહેતી પરિણીતાએ કરેલ ભરણપોષણના કેસમાં અદાલતે તેણીના પતિને ૨૧૦ દિવસની સજા ફટકારી હતી.

રાજકોટમાં રહેતા વર્ષાબેન અવિનાશ જેઠવાના લગ્ન ચીતલ ખાતે રહેતા અવિનાશ જગદીશ જેઠવા સાથે થયેલા અને લગ્ન જીવનથી સંતાનમાં પુત્ર નામે રૂદ્રનો જન્મ થયેલ ત્યારબાદ વર્ષાબેનના પતિના દુઃખ ત્રાસ તથા શારીરીક માનસીક ત્રાસ આપી મારકુટ કરતા અને છેલ્લે વર્ષાબેન તથા સગીર પુત્ર રૂદ્રને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકેલ જેથી વર્ષાબેને રાજકોટ ફેમીલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા અરજી ગુજારેલ જે અરજીમાં ભરણપોષણ ચુકવવાનો હુકમ થયેલ. ત્યારબાદ સદરહું હુકમ મુજબ ભરણપોષણ ચડત થતા વર્ષાબેનના પતિ અવિનાશ જેઠવાએ ચડત ભરણપોષણ ન ચુકવતા વર્ષાબેને ફરી રાજકોટ ફેમીલી કોર્ટમાં ચડત ભરણપોષણની અરજી ગુજારેલ જેમાં વર્ષાબેનના પતિ અવિનાશ ફેમીલી કોર્ટમાં હાજર થયેલ પરંતુ ચડત ભરણપોષણ ન ચુકવેલ જેથી અદાલતે ચડત ભરણપોષણ ન ચુકવવા સબબ અવિનાશ જગદીશભાઇ જેઠવાને ૨૧૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદાર વર્ષાબેન વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અનીષ આર.જોષી તથા હેમુ વી.ગઢવી રોકાયેલા હતા.

(4:34 pm IST)