Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ખંઢેરી સ્ટેડીયમ પાસેથી બે કિલો ગાંજા સાથે પકડાયેલ બે આરોપીઓના જામીન મજુર

રાજકોટ તા. ર૮ : પડધરી પોલીસે સ્ટેશનમાં નારકોટીકસ ડ્રગ પદાર્થે અધીનીયમની કલમો મુજબની ફરીયાદ નોંધાવામાં આવેલ હતી. અને જે સબબ આરોપીની ધરપકડ થતા આરોપીએ રાજકોટની સ્પેશ્યલ એન.ડી.પી.એસ.કોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુરી કરી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના ફરીયાદી અને તેમની સાથેનો પોલીસ સ્ટાફ એસ.ઓ.જી.ને લગતી કામગીરી સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ સામે આવેલ જય ગોપાલ હાઇવે સામે સાંજના ચાર વાગ્યા પહોચતા ખાનગી રાહે બાતમી મળેલ કે રાજકોટથી જામનગર તરફ એક અશોક લેલન્ડ માલાવાહક ટ્રકમાં  ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો રાખી વેચાણ કરવાના ઇરાદે નીકળેલ છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર માહીતી મળેલ હતી. જેથી જરૂરી કાયદાકીય કાર્યવાહી બાદ એનડીપીએસની વોચનું આયોજન કરેલ અને બાતમી વાળી જગ્યાએ પહોંચી ગયેલ અને અંદાજીત ૬-૩૦ વાગ્યે બાતમી મુજબનો ટ્રક આવતા તેને રોકી લીધેલ જેમાંથી કુલ બે ઇસમો કાસમ અનવર સાઇચા, રહે સીકકા અને અસ્લમભાઇ ઇબ્રાહીમભાઇ માણેક રહે. વાડીનાર વાળા હોવાનું જણાઇ આવેલ હતું. ત્યારબાદ બંને ઇસમો અને ટ્રકની તપાસ કરતા ટ્રકની કેબીનમાં  ડ્રાઇવીંગ શીટ પાસે ઉપરના ભાગે આવેલ ખાનામાંથી એક કાપડાની થેલી મળી આવેલ જે પંચો રૂબરૂ ચેક કરતા તેમાંથી વનસ્પતી જન્મ માદક પદાર્થ મળી આવેલ જે કાળા તથા ભુખરા રંગનો છે તેમાંથી વિશીષ્ટ તીવ્ર વાસ આવતી હતી અને જરૂરી એફ.એસ.એલ. રીપોર્ટના અંતે આ કોથળીમાંથી મળી આવેલ પદાર્થ ગાંજો હોવાનું જાણવા મળેલ હતું. અને આ ગાંજાનુ વજન કર્તા ગાંજાનું વજન ર કિલો થયેલ હતુ અને જે મતલબની ફરીયાદ પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતી. જેથી આ આરોપીઓની અટક કરી રાજકોટની સ્પેશ્યલ એન.ડી.પી.એસ.કોર્ટમાં રજુ કરતા રીમાન્ડ સમય પૂર્ણ થયા બાદ તમામ આરોપીઓને રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ હતા.

આમ આરોપીની અટક થયા બાદ અને ચાર્જશીટ થઇ જતા કાસમ અનવર સાઇચા રહે. સીકકા અને અસ્લમભાઇ ઇબ્રાહીમભાઇ માણેક રહે વાડીનારે પોતાના એડવોકેટ મારફત જામીન મુકત થવા માટે રાજકોટ સ્પેશ્યલ એન.ડી.પી.એસ.કોર્ટ સમક્ષ જામીન મુકત થવા માટે જામીન અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી એડવોકેટ સાહીસ્તાબેન એસ.ખોખર તેમજ રણજીત એમ. પટગીર રોકાયેલ હતા.

(3:09 pm IST)