Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

રૂ. બે લાખ ૪૦ હજારનો ચેક પાછો ફરતાં આરોપીને હાજર થવા કોર્ટનો આદેશ

રાજકોટ તા. ર૮: રાજકોટના રહીશ મિલનકુમાર વિનોદરાય કરડાણી સામે રૂ. ર,૪૦,૦૦૦/- બે લાખ ચાલીસ હજાર પુરાનો ચેક રીટર્ન થતા રાજકોટની કોર્ટમાં ફરિયાદ થતા અદાલતે આરોપીને હાજર થવાનો હુકમ કરેલ છે.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, આ કામના આરોપી મિલનકુમાર વિનોદરાય કરડાણી ફરીયાદી અર્જુનભાઇ વર્મા પાસેથી જાન્યુઆરી-ર૦ર૧ માં મિત્રતાના નાતે ઓળખાણના હિસાબે તમો સંબંધ ના દાવે રૂ. ર,૪૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ ચાલીસ હજાર પુરા) રોકડા હાથ ઉછીના ધંધાના વિકાસ અર્થે વગર વ્યાજે લીધેલ હોય, જે રકમ ૮ (આઠ) મહિનામાં ઉપરોકત રકમ ચુકવી આપીશું તેવું જણાવેલ. જે રકમ ફરીયાદીએ આરોપીને આપેલ રકમ રૂ. ર,૪૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ ચાલીશ હજાર પુરા) ફરીયાદીએ આરોપી પાસેથી પરત માંગતા આરોપીએ અમોને તા. ર૭-૧૦-ર૦ર૧ના રોજનો ફેડરલ બેંક, શાપર વેરાવળ, રાજકોટ શાખાનો ચેક ૦૩૭૭૪૦, રકમ રૂ. ર,૪૦,૦૦૦/- (અંકે બે લાખ ચાલીસ હજાર પુરા) ચેક આપેલ.

આ ચેકમાં આરોપીએ સહી કરી આપી અમો ફરીયાદીને ચેક આપેલ તેમજ આરોપીએ અમો ફરીયાદીને એવા વચન અને વિશ્વાસ સાથે આપેલ કે ઉપરોકત ચેક બેંકમાં નાખતા જ તુરંત જ વટાવાઇ જશે. ઉપરોકત રકમ રૂ. ર,૪૦,૦૦૦/- (અંકે બે લાખ ચાલીસ હજાર પુરા) ફરીયાદીએ આરોપીને મિત્રતાના દાવે ઉછીના ધંધાના વિકાસ અર્થેના નાણા આપેલ જે અમોના લેણા નીકળતા હોય. જે પેટે આરોપીએ રકમ રૂ. ર,૪૦,૦૦૦/- (અંકે બે લાખ ચાલીસ હજાર પુરા)નો ચેક આરોપીના વચન અને વિશ્વાસ અનુસાર અમો ફરીયાદીએ સદરહું ચેક રાજકોટ નાગરીક સહકારી બેંક લિ., મવડી પ્લોટ શાખામાં વટાવવા નાંખતા તે ચેક તા. ર૮-૧૦-ર૦ર૧ના રોજ ''ફંડ ઇન્સફીસીયન્ટ''ના શેરા સાથે ચેક પરત ફરેલ હોય જેની જાણ ફરીયાદીને બેંક દ્વારા થયેલ. જે ચેક પરત ફર્યાની જાણ આરોપીને કરતા આરોપીએ ફરીયાદીને ઉડાઉ જવાબ આપેલ  હોય. જેથી ફરીયાદીએ વકીલશ્રી મારફત લીગલ નોટીસ આપેલ જેનો કોઇ જવાબ કે રકમ પરત આરોપીએ આપેલ નહીં જેથી આ કામના ફરીયાદીએ રાજકોટ ચીફ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અંગેની ફરિયાદ દાખલ કરેલ જેને ધ્યાને લઇ કોર્ટે આરોપી મિલનકુમાર વિનોદરાય કરડાણી રહે. રાજકોટવાળા વિરૂધ્ધ સમન્સ ઇશ્યુ કરેલ છે.

આ કામમાં ફરીયાદી અર્જુનભાઇ મુન્નાલાલ વર્મા વતી રાજકોટના ધારાશાસ્ત્રી રાકેશભાઇ દોશી, ગૌતમ એમ. ગાંધી તથા વૈભવ કુંડલીયા રોકાયેલ છે.

(4:35 pm IST)